________________
•૮
ખુવારી ભોગવી પાછો હઠ. પણ જ્યારે દશ હજારનું બળવાન હાર અને કુશળ સેનાપતિએ તેના રક્ષણ માટે આવી પહોંચ્યા ત્યારે શનિવારે તેને હુમલે સફળ થયે. આ વિધાન પણ માનવામાં આવે એવું નથી.
શનિવારે દીવાલનાં દ્વાર તૂટયાં અને મહમૂદનું લશ્કર અંદર દાખલ થયું એમ મુસ્લિમ તવારીખકારો લખે છે, પણ ઉપરથી બળવાન લશ્કર વડે રક્ષાયેલા દરવાજા હાથની મદદ વિનાં કઈ રીતે તટયા એ વિશે તેઓ મૌન સેવે છે. ઘોડેસવાર લશ્કર વડે દરવાજા તુટે નહિ. પણ તેઓ કબૂલ કરે છે કે મહમૂદને ભારે ખુવારી સહન કરવી પડી. તેનાં હજાર સૈનિકે અને પશુઓ મરાયા પછી જ તે મંદિરમાં દાખલ થઈ શક્યા. આ શિવલિંગનું ઢંગધડા વગરનું વર્ણન
સેમિનાથના શિવલિંગના વર્ણન વિશે પણ બે તવારીખકાર એકમત નથી. કેઈ લખે છે કે સોમનાથની મૂર્તિ હતી. મહમુદે પહેલાં મૂર્તિને કાન તેડી નાખે. પછી પેટમાં ગદા મારી એટલે પિટમાં -ગાબડું પડ્યું અને તેમાંથી અઢળક ઝવેરાત બહાર આવી પડ્યું.
કઈ લખે છે કે એ ચાર હાથનું શિવલિંગ હતું. કેઈ એને બાર હાથનું તે કઈ વળી એને એકાવન હાથનું કહે છે. કેઈ કહે છે કે એ લેખંડનું હતું અને જમીનથી અધ્ધર હતું. કોઈ કહે છે કે શિવલિંગના ભાંગીને કકડા કર્યા ત્યારે તેમાંથી અઢળક ઝવેરાત નીકળ્યું.
પણ શિવલિંગ કાંઈ Safe deposit vault ન હતું કે તેમાં ઝવેરાત સંતાડવામાં આવે. તેમાં સંતાડેલા ઝવેરાતને કાંઈ ઉપગ પણ ન થઈ શકે, કારણ કે એ તે શિવનિર્માલા ગણાય અને અંદર ઝવેરાત સંતાડવા માટે શિવલિંગ અંદરથી પિલું કરવું પડે, પિલું કરેલું શિવલિંગ ખંડિત ગણાય અને એ પૂજન કરવા એગ્ય રહે નહિ. હિંદુ ધર્મના નિયમો આ તવારીખકારે જાણતા નહિ હોય એટલે કલ્પિત વાત લખતી વખતે આવા છબર વાળી નાખ્યા !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org