________________
જેમ ધરતીકંપ થાય અને જમીનના બે ટુકડા એકબીજાથી સેંકડો માઈલ દૂર ફેંકાઈ જાય, તેમ ભાવિ પેઢીના અને આપણા ભૂતકાળના તમામ સંબધે કપાઈ ગયા છે.
એટલે એને જીવવા માટે જીવનના પ્રશ્નોને સામને કરવા માટે પરદેશી વિદ્યા, પરદેશી સંસ્કૃતિ, પરદેશી ઈતિહાસ, પરદેશી સાહિત્યને આશરે શેધવા વ્યર્થ ફાંફાં મારવાં પડે છે.
ભારતના વિદ્યાથીનું ભારત વિશેનું અજ્ઞાન ભારતને વિદ્યાથી નેપલિયન બેનાપાર્ટને ઓળખે છે, પણ નેપલિયન બેનાબાટથી પણ મહાન ભારતીય સેનાપતિ મહાદજી સિંધિયાને ળિખતે નથી.
એ મહમૂદ ગઝની અને મહમૂદ ઘેરીને ઓળખે છે પણ તેમના સમકાલીન ક્ષત્રિય રાજાઓ, કે જેમણે આ બન્નેનાં સૈન્યને શિકસ્તે આપી હતી તેમને જાણતા નથી. ન ચ વિપ્લવની એને જાણકારી છે અને રશિયન ક્રાંતિને મેસ્કોદિન એ આજે પણ ગૌરવભેર ઉજવે છે, પણ સમસ્ત ભારતમાં વ્યાપી ગએલી ઘેર હિંસાની આસુરી ભાવનાને નાશ કરીને જેમણે ધર્મની - આણ ફરીથી મનાવી, સમસ્ત દેશમાં અભૂતપૂર્વ અહિંસક ક્રાંતિ કરી
એવા અનેક મહાન માને વિષે તે ભાગ્યે જ કોઈ જાણે છે. - યુરોપમાં કે સૈકે જે પરિવર્તને આવ્યા તે વિષે તેઓ પાનાં - ભરીને નિબંધ લખી શકે છે, પણ ભારતમાં જેમણે સાંસ્કૃતિક ક્રાંતિ
આસુરી, ભૌતિક, વિલાસલક્ષી પ્રવૃત્તિઓને રોકીને લેકોને ફરીથી (ધર્મ તરફ, સંસ્કૃતિ તરફ, સદાચાર તરફ વળ્યા તેમને વિષે કેણ શું જાણે છે? | ભારતને ગામડે ગામડે અપરિગ્રહી જૈન સાધુએ પદયાત્રા કરતા કરતા સંસ્કૃતિને, અહિંસાને, ધર્મને સંદેશ લઈને હજારોની સંખ્યામાં બારે માસ ફરતા રહે છે, તેમની પાસે જઈને કંઈ સમજવાને, શીખવાને કઈને મને ભાવ થાય છે ખરો?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org