________________
૧૩૪
*
સર્વોદય આંદોલનના નેજા નીચે ડુંઘણું જમીનનું વિતરણ જરૂર થયું છે, પણ તેથી ન જમીનની ફળદ્રુપતા સુધરી, ન બેકારી ઘટી, ન ગેરક્ષા કે જળરક્ષા થઈ કે ન તે જંગલે બયાં. ન તે ગ્રામઉદ્યોગ વિકસ્યા કે ન તે હરિજનને પ્રશ્ન ઉકેલા અને દેશ આર્થિક તેમ જ નૈતિક અધઃપતનના ઊંડાણમાં સરકો રહ્યો
ખાદી મેંધી કેમ? કાપડની હાથશાળ એક એવો ધંધે છે કે જેમાં હરિજન સહિત બીજા એક કરોડ કુંટુબેને સહેલાઈથી સમાવી શકાય. આ હાથશાળે માટે કરોડો રેટિયા ચાલવા જોઈએ. ગાંધીજીએ સત્યાગ્રહ આંદોલન શરૂ કરવા પહેલાં દેશમાં એક કરોડ રેટિયા ચાલુ થવા જોઈએ એ શરત મૂકી હતી, અને તે સમયે દેશે તે શરત પૂરી કરી હતી. પણ ખાદીક્ષેત્રે આપણે પાયાની ભૂલ એ કરી છે કે રેટિયે પૂરક આવકનું સાધન છતાં એ પૂરી રજીનું સાધન બનાવીને ખાદીને મેંઘી બનાવી છે. અને ખાદીના વેચાણ ઉપર વિવિધ શરતે લાદીને અને મિલ-કાપડના ભાવ કરતાં ખાદીના ભાવ ૧૦ ટકા વધુ રાખવાનો નિયમ રાખીને તેનું બજાર સંકુચિત કરી નાખ્યું છે.
ખાદીનું ક્ષુલ્લક વેચાણ * નાના ગામમાં મિલ-કાપડની બેચાર દુકાન હેય, કસ્બામાં ૨૦-૩૦ દુકાન હેય પણ ખાદીભંડાર તે મોટા શહેરમાં જ હોય અને તે પણ કેટલા? મુંબઈ જેવાં ૭૦ લાખની વસતી ધરાવતાં શહેરમાં પણ માત્ર ૧૭ ખાદી ભંડાશે, અને તે તમામનું વેચાણ ૧૭૪-૭૫ની સાલમાં માત્ર બે કરડ ત્રેપન લાખ રૂપિયાનું જ હતું, જે મુલજી જેઠા કાપડ મારકીટની એક જ દુકાનના વેચાણ જેટલું પણ ન થયું.
* સુતરના ઉત્પાદનને ઉપાય હાથશાળ ઉદ્યોગ હંમેશ માટે મિલ-સુતર ઉપર ન જ ચલાવાય. તેમ કરવા જતાં કરડે હાથશાળ ૧૦૦-૨૦૦ મિલની દયા ઉપર ચાલે અને આ મિલે સમય પ્રમાણે સુતરની ખેંચ અને નફાખોરી કરી શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org