________________
હવે કઠોળને વારે દૂધ પછી હવે કઠોળને વા આવ્યું એના ઉત્પાદન ઉપર દબાણ આવે છે અને ભાવ વધે છે. એટલે કે પ્રેટીન મળી શકે એ. બહાના નીચે ઇંડાં, માછલાંના સસ્તા પ્રોટીનને પ્રચાર જોરશોરથી થવા લાગે.
હવે તેલની કે.–એ. સેસાયટીઓ બનાવી. સહાયના નામે પરદેશી તેલ આયાત કરી સેસાયટીઓ દ્વારા વહેંચવાની યોજના તૈયાર થઈ છે.
દૂધ માટે, તેલ માટે, ઘી માટે આપણે સંપૂર્ણ રીતે પરદેશીએના ઓશિંગણ બની ગયા છીએ. તેલ પછી બટર-એઈલનું કૌભાંડ પણ તરત જ આવશે કૌભાંડની પરંપરા કયાં જઈને અટકશે? - બિચારા સંજય! કેટલા બધા વામણા લાગે છે, આ ૩૦ વર્ષથી પેધી ગયેલા કુશળ કૌભાંડકાર પાસે?
- બફર સ્ટોક કરવા પાછળનો ભેદ દેશી અંગ્રેજોને અનાજ સંઘરવા કરતાં અનાજ સાચવવાના બહાને કોડ રૂપિયા ખર્ચે નવાં ગોડાઉન બાંધવામાં જ વધુ રસ છે. જેથી સ્ટીલ અને સિમેન્ટની ઔદ્યોગિક પેઢીઓને ખટાવી શકાય. " અને દેશમાં મબલખ અનાજ લેવાની જાહેરાતના પગલે પગલે જ કઠોળના ભાવે આસમાને ચડવા લાગ્યા છે, તેલ આયાતની ચીજ બની ગઈ છે, સંભવ છે, આવતાં વર્ષોમાં ગોળ પણ અદશ્ય થઈ જાય.
કયાં સુધી ચાલશે; આવી છેતરપિંડી? કયાં સુધી ફૂકાશે આવાં દંભ અને શેષણના વાવાઝોડાં?
ગગનના ગુંબજમાં ઘેર નાદ ગાજે છે; આખે ખોલે રે અંધ કરાલ-કાલ જાગે; ઈન્સાફી તખ્ત પર કરાલ-કાલ જાગે; દુષ્ટોને દેવાને દંડ કરાલ-કાલ જાગે; આ સત્તાધારીઓને કાળને એ કરાલ નાદ કરી સંભળાશે ખરે?
કે પછી સત્તાની ખુરશી હંમેશાં Sound Proof અને Light Proof (બહેરી અને આંધળી) જ રહેતી હશે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org