________________
૧૫૫ ળશે તે તે સમસ્ત દુનિયાને હચમચાવી નાંખશે. દુનિયાને કોઈ દેશ. એના પ્રત્યાઘાતમાંથી બચી શકશે નહિ.
થી પશુ, જલ, પૃથ્વી અને વનની રક્ષામાં જ આબાદી
પશુઓને રાજકારણ સાથે ન જોડે
ગોરક્ષા
જ્યાં સુધી જમીનના ધોવાણથી પૂરાઈ જઈને સુકાઈ ગયેલાં આપણાં હજારે નદી-નાળા-તળાને ફરીથી તેમની મૂળ ઊંડાઈ સુધી બેદીને તેમાં ચોમાસાનું પાણી સંઘરી લઈને તેમને પુનઃજીવિત કરવામાં . ન આવે ત્યાં સુધી સંપૂર્ણ ગેરક્ષા કરવાનું અશકય છે, કારણ કે આપણાં હજારો ગામડાં, જે દેશના સર્વોત્તમ પશુધન માટે પ્રખ્યાત છે, ત્યાં લેકેને પીવા માટેનું પાણી પણ ઘણી વખત બહારથી લાવીને રેશનના ધોરણે વહેંચવું પડે છે. આ હાલતમાં ગાય કતલખાને નહિ મરે તે તરસથી તરફડીને મરી જશે. જલરક્ષા એ ગોરક્ષાનું પહેલું પગથિયું છે.
જલરક્ષા. જમીનના ધોવાણથી પૂરાઈને સુકાઈ ગયેલા તમામ નદી-નાળાં– તળાને તેમને ફરીથી તેમની મૂળ ઊંડાઈ સુધી ખેદીને ચેમાસાનું પાણી તેમાં સંઘરી લીધા પછી જે જમીનના છેવાણુ સામે તેને રક્ષણ આપવામાં ન આવે તે પવન અને ચોમાસાના છેવાથી તે ફરીથી પૂરાઈ, સુકાઈને નાશ પામશે. માટે ભૂરક્ષા કર્યા સિવાય જલરક્ષા અને ગેરક્ષા થઈ શકશે નહિ.
ભૂરક્ષા. . ભૂરક્ષા એટલે જમીનની ફળદ્રુપતાનું પવન અને પાણી દ્વારા છેવાણથી રક્ષણ. જમીનનું ધોવાણ સામે રક્ષણ આપવું હોય તે જંગલોને વિસ્તૃત કરીને તેમનું લેકના કુહાડાથી રક્ષણ કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org