________________
૧૨૭
રીધા છે. આની સીધી અસર ઉલો ઉપર પડી છે. શક્તિહીન મજુર પાયું કામ આપી શકતા નથી, પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન મળું થતું જાય છે, જાહેર કામોમાં પણ મજરની ઓછી ઝડપથી તેને ખર્ચ વધતું જાય છે. સુધરાઈનાં કામે મજાની ઓછી ઝડપથી મોંઘાં થાય ત્યારે તેના વધતા જતા ખર્ચ માટે કોને નિતનવા કર ભરવા પડે છે.
| દર વધ્યાં, દવા વધી - દરદ વધ્યાં એટલે દવાની માંગને પહોંચી વળવા ફાર્મસીઓની સંખ્યા વધી. જેની કેળવણી અને રહેઠાણમાં જરૂર છે એવી કરોડોની શ્રીમતી મૂડી ફાર્મસી ઉદ્યોગમાં સલવાઈ પડી. ફાર્મસી ઉદ્યોગના વિકાસ કાચી ઔષધિઓ અને ઘરવપરાશનાં મરી, મસાલા માં બનાવ્યાં, ઘરમાં
જ વપરાતી વસ્તુઓ હળદર, મીઠું, રાઈ, મેથી, સુંઠ, મરી, તજ, લવિંગ, જાયફળ, એલચી, જાવંત્રી, ધાણાજીરું અને હિંગ એ તમામના ભાવ આસમાને ચડ્યા છે, કારણ કે આ તમામ ચીજો દવા બનાવવામાં પણ વપરાય છે. ઘર કરતાં દવા બનાવવામાં આ ચીજોને વપરાશ વધતું જાય છે, કેમકે દર વધવાથી દવાની માંગ વધતી જાય છે. એટલી માંગ અને પુરવઠો ખેરવાતાં જાય છે. પુરવઠો ખેરવાતે જવાથી આ ચીજોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે.
મરી-મસાલા ફાર્મસીમાં ઠલવાતાં મેંઘાંદાટ થયાં એવું કયું કુટુંબ હશે, જેને આ વસ્તુની-એટલે કે ઘરમાં જ રસોઈમાં વપરાતી ચીજોની મેઘવારી સ્પશી ગઈ ન હોય? સંભવ છે કે લાખ કુટુંબ રસોઈમાં આ ચીજ-વસ્તુઓ વિના ચલાવી લેતા હશે પણ તેથી રસોઈની ગુણવત્તા ઘટીને માંદગીને મેકળું મેદાન મળે છે. પરિણામે મોંઘારતને કારણે ઘરમાંથી જાકારો મેળવી ચૂકેલી આ ચીજો દવામાં રૂપાંતર પામીને વધુ મોંઘા ભાવે પાછી ઘરમાં દાખલ થાય છે.
આ મહા ભયજનક વિનાશ પ્રજના તમામ સ્તરને કેરી નાખે છે. એટમ બોમ્બની વિનાશકતા કરતાં આ વિનાશકતા શું વધારે નથી? એમ્સ તે જે શહેર ઉપર પડે તેને જ નાશ કરે છે પણ પશુઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org