________________
વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ ? મારું શું થશે , ચાલાક થઈ ચૂકયો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપ તણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧ નવકાર મંત્ર વિનાશ કીધો અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રનાં વાકયો વડે હણી આગમોની વાણીને; કુદેવની સંગતથકી કમ નકામાં આચર્યા, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કટકા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રોબાણો ને પયોધર નાભિ ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણાં છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનયણી સમ નારીતણાં મુખચંદ્ર નીરખવા અતિ, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રતરૂપ સમુદ્રમાં ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળાતણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરે. ૧૫ થી
Jain Ede
International
For PASO9&rivate Use Only
headerary org