________________
TREDE
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરું યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાનાં ઘર ચણું.૧૬ આત્મા નથી ૫૨ભવ નથી વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા શાને કરી પ્રભુ ! આપશ્રી તો પણ અરે, દીવો લઈ ફૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહીં, ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહીં; પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રળ્યા જેવું થયું, ધોબીતણાં કુત્તા સમું મમ જીવન સહું એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરુ ચિંતામણિના પ્યારમાં, ખોટા છતાં ઝંખ્યો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહીં, મુજ મૂર્ખ ભાવોને નિહાળી નાથ ! કર કરુણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા તે રોગ સમ ચિંત્યા નહીં. આગમન ઇ. ધનતણું પણ મૃત્યુને પીછ્યું નહીં, નહિ ચિંતવ્યું મેં નર્ક કારાગૃહ સમી છે નારીઓ, મધુબિંદુની આશા મહીં ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ ૫૨ ઉપકારનાં યશ પણ ઉપાર્જન નવ કર્યો,
Jai Jcation International
७८
For Personal & Private Use Only
Vjaalibrary.org