________________
- રત્નાકર પચ્ચીશી કોમ
મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડા ના પ્રભુ, ને ઈન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું ભંડાર જ્ઞાન કળા તણા. ૧ રાણ જગતના આધાર ને અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે દુવર આ સંસારના દુ:ખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચ, જાણો છતાં પણ કહી અને આ હૃદય હું ખાલી કરું. ૨ શું બાળકો મા-બાપ પાસે બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહ્યું, તેમાં કશું ખોટું નથી. ૩ મેં દાન તો દીધું નહીં ને શીયળ પણ પાળ્યું નહીં, તપથી દમી કાય નહીં શુભ ભાવ પણ ભાવ્યો નહીં, એ ચાર ભેદ ધર્મમાંથી કોઈ પણ પ્રભુ નવ કર્યું; મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪
૭૫ 3 For Pe Soral 8-Pate Use Only
Jain Education t
ha
www.jainelibrary.org