________________
સિદ્ધ વંદના
લોકાગ્રભાવે સિદ્ધશીલા, ઉપરે જે બિરાજતા, જિનપૂર્ણ કેવળજ્ઞાને, લોકાલોકને નિહાળતા; આનંદ વેદન સુખ અનુપમ, દુ:ખ તો લવલેશ ના, સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના..... જે નિષ્કષાયી નાથ, નિર્મોહી, નિરાકારી સદા, અવિનાશી અકલ અરૂપવંતી, આત્મગુણની સંપદા, નિમુક્ત જે વળી નિત્ય દેહાતીત નિજરૂપ રંજના. સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૬. કદી જાય ના એવાં સુખોનાં, સ્વામી સિદ્ધ જિનેશ્વરો, ક્ષય થાય ના એવો ખજાનો, ભોગવે પરમેશ્વરો, રિદ્ધિ અને સિદ્ધિ અનંતી, જેની ક૨ે સેવના. સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૭. ઘાતી અઘાતી કર્મ જે, સાથી અનાદિકાલના, તેને કરી ચકચૂર સ્વામી, જે થયા નિજ ભાવના, અક્ષય સ્થિતિ શાશ્વત સુખો, ભોક્તા મહા સામ્રાજ્યના સવિ સિદ્ધના શુભ ચરણમાં, કરું ભાવથી હું વંદના...૮.
॥ મંત્ર : ૐ હ્રીં પ્રાપ્તાનન્તચતુષ્ટયેભ્યઃ શ્રીસિદ્ધભ્યો નમઃ સ્વાહા ।
Ja Education International
૬૪
For Personal & Pate Use Only
www.jainelibrary.org