________________
તે પદ સમૂહ આરાધવા બડભાગી હું ક્યારે બનું સર્વાગ સુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૧) જે ત્રીસ સ્થાનક મોહના જે જસ બળે નબળા પડે વળી પાપના સ્થાનક અઢારે જેહ થકી મોળા પડે તે ધર્મમય સહુ સ્થાનને સંભારતા હેલા ચડે સર્વાગ સુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૨) આ વિશ્વના સવોચ્ચ શુભ તત્ત્વો સમાયા જે મહીં સહુ જીવના શુભ ભાવના સ્રોતો વહે છે જે મહીં તે ધર્મરાયની રાજધાની તણી કરી સ્તવના અહીં સર્વાંગસુંદર વષસ્થાનક વૃન્દને કરું વંદના. (૨૩) જે ધન્ય નર જેને મળ્યા વીશ સ્થાનકો ભાગ્યોદય છે પુણ્યવંતા પુરુષ તે સ્થાનકતણું ધરે ધ્યાન જે જેનું રટણ કરતા થતી મુજ દોષસમૂહ નિકંદના સર્વાંગસુંદર વીશસ્થાનક વૃન્દને કરુ વંદના. (૨૪) વીશ સ્થાનકો રોમે વસ્યા, નયણે વસ્યા હૈયે ધર્યા વીશ સ્થાનકો જીભે ચઢયા, ચોમેર પડઘાઈ રહ્યા છે પ્રાર્થના હર શ્વાસમાં વીશ સ્થાનકો રહે પાસમાં સર્વાંગસુંદર વીશસ્થાનક વૃદને કરું વંદના. (૨૫) અહો ! પાપ ભાગ્યા આજ મારા પુણ્યના અંકુર ફળ્યાં જાણે વિહરતા જિન સમા વીશ સ્થાનકો મુજને મળ્યા વિધિએ કરું તસ સાધના, અનુરાગ તેનો મન ધરું મુજ શુભ તણો થાશે ઉદય વિશ્વાસ હું હૃદયે ધરું (૨૬)
Jain Leucation International
૪ પદ For Personel Private Use Only
www.jainelibra.org