________________
ચારિત્રો પર્યાય કરી જે સ્થવિર પદ શોભાવતા વળી વયતણો પરિપાક થાતાં અનુભવે જે ઓપતા શ્રતના બળે જે શ્રમણવૃન્દ ઐયંગણને રોપતા પર્યાય વય વળી શ્રત થકી જે સ્થવિર તેને વંદના. (૫) શિક્ષણ દીયે વંદનતણાં પચવીશ આવશ્યક તણું પચવીશ ક્રિયારહિત જે, આધાર ગચ્છતણો ગણું સૂરિરાજ દરબારે સદા યુવરાજ સમ જે રાજતા પચવીશ ગુણવંતા વિનયવંતા વાચકને વંદના. (૬) જે અષ્ટપ્રવચન માતને બાળક પર સંભાળતા નિજ કાયકષ્ટને અવગણી ખટુકાય ગોકુળ પાળતા સમતા ધરી કરી સાધના જે સ્વપર હિતને સાધતા તે કર્મયુદ્ધ વીરયોદ્ધા સમ શ્રમણને વંદના. (૭) જયણાદિ સઘળો ધર્મવટ જે મૂળનો વિસ્તાર છે વળી જેહ વિણ સઘળી ક્રિયાઓ કેવળ તનુ ભાર છે મતિ-શ્રત થકી પ્રારંભીને સર્વજ્ઞાતાએ પાર છે, સંસાર પારાવાર તારક જ્ઞાનપદને વંદના. (2) જે ગુણ વિનાની ધર્મકરણી મંદ ફળ દેનાર છે જે ગુણ પ્રભાવે પાપકરણી મંદ ફળ દેનાર છે. જેના પવિત્ર સ્પર્શ માત્રા અલ્પ નિજ સંસાર છે આશ્ચર્યકારી અદ્ભુત ! સમ્યકત્વપદને વંદના. (૯) જે ગુણ થકી વધે ભાગ્ય ને લોકો તણી ચાહત મળે અભ્યતરા એ તપ બળે કમો થકી રાહત મળે
( ૫૩ રે
Jain E
ton International
For Perde Private Use Only
www.jainelary.org