________________
રિત મૂળ સૂત્રો
વિવરણ છ આવશ્યકતણું છે સૂત્ર આવશ્યક મહીં, મહાશાસ્ત્ર દશવૈકાલિકે શ્રમણો તણી કરણી કહી; શ્રી ઉત્તરાધ્યયને મનોહર બોધનાં ઝરણાં વહે, શ્રી ઓધ નિયુક્તિ મુનિની સમાચારીને કહે એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કરું વંદના...૧૩ શ્રી પિંડનિયુક્તિ બતાવે ગોચરીની પદ્ધતિ, મૂળ સૂત્ર છે આ ચાર આપે આતમાને સન્મતિ; એસાર જીવનમાં ગ્રહે, ચારિત્રથી લે સદ્ગતિ, એ સૂત્રોનાં આલંબને, જીવ પામે મોક્ષ સંપત્તિ...એવા...૧૪ શેષ સૂત્ર
શ્રીનંદી સૂત્રે પાંચ જ્ઞાન તણી વિશદ ચર્ચા ઘણી, અનુયોગદ્વાર થકી મળે, શિક્ષા સકલ આગમતણી; શ્રુતવાણીને હૈયે ધરી, ગુણ પામે જીવ મુનીશ બની, અજ્ઞાન તિમિર દૂરે કરી, અવિલંબે પામે કૈવલશ્રી...એવા...૧૫ નિયુક્તિગ્રંથોભદ્રબાહુસૂરિ રચે ગંભીર બહુ, ભાષ્યો રચ્યા જિનભદ્રગણિએ સરળને સુંદર સહુ; ચૂર્ણિ તણાં રચનાર પૂર્વ મહર્ષિઓ ઉપકારી છે, અગણિત આચાર્યે રચેલી વૃત્તિઓ મનોહારી છે.. એવા...૧૬ શાસ્ત્રો હજારો વિવિધ ભાષામાં વિશાળ રચી ગયા, મહામુનિવરો નિજ જ્ઞાનદાને મેઘ આષાઢી થયા; બહુબોધ એક એક અક્ષરે એ પાપના પુંજો હરે, પ્રશમામૃતે અંતર ભરે, અગણિત આતમ ઉદ્ધરે.. એવા...૧૭
Jain Education International
૫૧
For Personal Private Use Only
www.jelibrary.org