________________
પ્રશ્નોત્તરીના રૂપમાં ભગવતી આપે પ્રેરણા, અગણિત રમ્ય કથાનકો છે જ્ઞાતાધર્મકથાગમાં; પાવન ઉપાસકદશાંગમાં છે દસ મહાશ્રાવક કથા, સિદ્ધોનું અંતઃકુદ્દશાંગ, વર્ણન કરે ટાળે વ્યથા એવા પિસ્તાલીસ આગમોને, ભાવથી કરું વંદના..૩ શ્રી પ્રશ્નવ્યાકરણે કથા આશ્રવ અને સંવરતણી, શ્રી વિપાકસૂત્રો પુણ્યપાપ વિવેચના વિલસે ઘણી; શ્રી દષ્ટિવાદે વિશ્વનાં સઘળાં રહસ્યો સાંપડે, આ દ્વાદશાંગી ગણધરો વિરચે વિશદપ્રજ્ઞા વડે. એવા..૪
ઉપાંગ સૂત્રો
શ્રીઓપપાતિક જન્મને સિદ્ધિગમનને વર્ણવે, રાયપૂસણી વાચના શ્રી કે શીગણધરની સ્તવે; જીવાભિગમમાં જીવનું ને જગતનું વર્ણન કર્યું, પ્રજ્ઞાપના ઉત્કૃષ્ટ તત્ત્વ વિચારથી અઢળક ભર્યું. એવા..૫ શ્રી સૂર્યપ્રજ્ઞપ્તિ બતાવે સ્વરૂપ સૂર્યમંડલનું, શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ કરે જયોતિષનું વર્ણન ઘણું; શ્રી જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં ભૂગોળ તિછલોકનું, નિરયાવલિકા વર્ણવે ભૂપ અનેક નરકગામીનું . એવા...૬ શ્રેણિકપૌત્ર જે સ્વર્ગે પહોતા, ગાય કમ્પવર્ડસિયા, દશ દેવદેવીના ભવોને, વર્ણવે છે પુફિયા, શ્રી પુષ્કચ લિયા દેવી દેશની, પૂર્વકરણી દાખવે, વિનિદશા બલભદ્રજીના, બારપુત્રોને સ્તવે. એવા...૭
Jain Education International
For Personex Prnate Use Only
www.jainerary.org