________________
જયારે પધાર્યા નાથ વામા માત કેરા ગર્ભમાં, ત્યારે નિહાળ્યો સ્વપ્નમાં અહિને સરકતો પાસમાં, તેથી તમારું નામ પાડ્યું “પાર્થ” રાજારાણીએ તે દેશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૩ ગંગા કિનારે શિશુ બનેલા દેવદેવી સાથમાં, ખુલ્લા પગે રમતા હતા, ધોળી સુંવાળી રેતમાં, પગલા પડેલા મારા સ્વામી આપકેરા ત્યાં કને. તે..૪ ફૂટી જુવાની ફૂટડી નવહાથની કાયા ઉપર, શી નીલ તેજો વલય મંડિત રૂપ લાવણ્ય સભર, નેત્રો સ્વજનને નગરજનના જોઈ જો ઈને ઠરે.તે...૫ તુજ રૂપગુણના ગીત કિન્નરના મુખેથી સાંભળી, થઈ મુંધચિત્ત પ્રભાવતી મનથી પ્રભો તુજને વરી, આવી પરણવા જાન જો ડી આપના પૂર આંગણે તે ૬ તું નીલવરણો નાથ ને તે સોનવણી કુંવરી, ઘેઘૂર આંબાડાળ પર જાણે લચેલી મંજરી, જબ ચોરીમાં ચતુરાઈથી બેઠા હતા કર સાહીને તે...૭ ગંગા નદીના શુભ્ર સલિલે સખી સંગે ખેલતા, નવ દિવ્ય ઇન્દીવરસમાં પ્રભુ આપ અનુપમ દીસતા, રાણી જણાય પરાગથી રંગાયેલી હંસી પરે તે...૮ પ્રભુ એ કદા બેઠા હતા ગો પ્રભાવતી સાથમાં, દીઠું નગરનું લોક જાતું લઈ પૂજાપો હાથમાં, . ત્યારે તમે ઘોડે ચડી પહોંચ્યા કમઠ તાપસ કને .તે...૯
Jain E
cation International
For PS338) rivate Use Only
www.jainelti ary.org