________________
ત્યાં જ્ઞાનથી બળતો નિહાળ્યો અગ્નિકુંડે નાગને, કરુણાનિધાન તમે કઢાવ્યા આગમાંથી તેહને, સેવક મુખે નવકાર આપી ઈન્દ્ર પદ દીધું તમે તે દશ્ય ત્યારે જે મણે માણ્યું હશે તે ધન્ય છે...૧૦ રૂડી વસંતે સખી સંગે સંચય'તા ઉપવને, ત્યાં જો ઈ રાજુલ ત્યાગતા શ્રીનેમિને ચિત્રામણે, વૈરાગ્યના રંગે તમે રંગાઈ ઊડ્યા તે ક્ષણે તે...૧૧ થઈ મેઘ કંચનના તમે પૂરું વરસ વરસી રહ્યા, સહુ દીનજનના દુ:ખને દારિદ્રયને દૂર કર્યા, “છે દાન અગ્રિમ ધર્મમાં” એવું જણાવ્યું વિશ્વને.તે...૧૨ દીક્ષાતણો અભિષેક કરવા ઈન્દ્ર ચોસઠ આવિયા, તવ પિતા રાજા અશ્વસેને સહુ પ્રથમ નવરાવિયા, તુજ નીલદે હે વારિધારા ચમકતી વીજળી પરે .તે...૧૩ સહુ સ્વજનની લઈને રજા ચારિત્ર્યના પંથે ચડ્યા, શિબિકા ઉપર આરુઢ થઈને નગર બહારે નીસર્યા, અગણિત દેવો દાનવો મન જો કરે જયઘો અને તે..૧૪ તે ધન્ય આશ્રમપદ મહા ઉદ્યાન વૃક્ષ અશોક તે, જયાં સર્વસંગ તજી મહાવ્રત ઉચ્ચર્યા'તા ચાર તે, ને સ્કંધ પર ધારણ કર્યું દેવેન્દ્ર અર્પિત દુષ્યને તે...૧૫ છદ્મસ્થ ભાવે દિવસ ચોર્યાશી સુધી પૃથ્વીતળે વિચર્યા તમે ઉપસર્ગને સહતાં ચમકતાં તપબળે , મૈત્રી અને કરુણાતણો વરસાદ વરસાવ્યો બધે તે..૧૬
Jain Education International
For PE SORGPivate Use Only
www.jainelibrary.org