________________
જેના પ્રભાવે જગતના, જીવો બધાં સુખ પામતાં, જેના હવણથી જાદવોના, રોગ દૂર ભાગતા; જેના ચરણના સ્પર્શને, નિશદિન ભક્તો ઝંખતા એવા શ્રી શંખેશ્વર પ્રભુના ચરણમાં પ્રેમે નમું...૫ બે કાને કુંડળ જેહના, માથે મુગટ વિરાજતો, આંખો મહીં કરુણા અને, નિજ હૈયે હાર વિરાજતો; દરિશન પ્રભુનું પાણી મનનો મોરલો મુજ નાચતો...એવા.૬ ૐ હીં પદોને જો ડીને, શંખેશ્વરાને જે જપે, ધરણેન્દ્ર પદ્માવતી સહિત, શંખેશ્વરાને જે જપે; જન્મો જનમનાં પાપ ને, સહુ અંતરાયો તસ તૂટે...એવા.૭ કલિકાલમાં હાજરાહજૂર, દેવો તણાં એ દેવ જે, ભક્તો તણી ભવ ભાવઠોને, ભાંગનારા દેવ જે; ‘મુક્તિ કિરણ'ની જયોતને, પ્રગટાવનારા દેવ જે. એવા.૮ જેના સ્મરણથી ભવિકના ઇચ્છિત કાર્યો સિદ્ધતાં, જે નામથી પણ વિષધરોનાં વિષ અમૃત બની જતાં; જેના પૂજનથી પાપીઓનાં પાપ-તાપ શમી જતાં શંખેશ્વરા પ્રભુ પાર્થને ભાવે કરું હું વંદના.૯ જે પ્રભુના દર્શથી સહુ આપદા દૂર થતી, ને જે પ્રભુના સ્પર્શથી સહુ સંપદાઓ મળી જતી; વિનો હરી શિવમાર્ગના, જે મુક્તિ સુખને આપતા. શંખે.૧૦ અતીત ચોવીશી તણાં નવમાં શ્રી દામોદર પ્રભુ, અષાઢી શ્રાવક પૂછતા કો’ માહરા તારક વિભુ; ' ત્યાં જાણતા પ્રભુ પાર્શ્વને પ્રતિમા ભરાવી પૂજતા.. શંખે.૧૧
- ૨૯ Foresonal Private Use Only
Jain Edication International
www.jane reorg