________________
જે વંદનીય બન્યા નિરંતર દેવતાના વંદથી, કૈવલ્ય પામ્યા બાદ તેવા નાથને બહુ ભાવથી, જેણે કર્યા વંદન અહો તે ધન્ય છે કૃત પુણ્ય છે.ત્યારે...૧૬ જે ધન્ય છે તેને જ તારું દિવ્યદર્શન સાંપડે, રે પુણ્યહીન અભાગિયાની નજરમાં તું ના પડે, તેનો જનમ નિષ્ફળ ગયો જેણે નિહાળ્યો ના તને ત્યારે...૧૭ મિથ્યાત્વ કેરું ઘોર અંધારું છવાયું વિશ્વમાં, વ્યામૂઢ થયું ત્રણ ભુવન પૂરું મોહના અતિ જો શમાં, હે ત્રણ ભુવનના નાથ ખોલી મોહ ઘેલી આંખને .ત્યારે..૧૮ રજતાદ્રિના શિખરે બની આરુઢ પર્યકાસને, દસ સહસ મુનિવર વૃંદ સાથે તું લાો નિર્વાણને, પચ્ચકખાણ ચઉદશ ભત્તનું પચખ્યું હતું સહુએ તમે ત્યારે...૧૯ તુજ ચ્યવન, જન્મ, વ્રત ગ્રહણ, કૈવલ્ય મુક્તિ અવસરે, જે દેવતાઓ પંચ કલ્યાણક તણાં ઓચ્છવ કરે, તેમાં ભળી ઉરના ઊછળતા ભક્તિ ભાવે આÁ થઇ.ત્યારે... ૨૦ અતિમૂઢને એજ્ઞાનથી પરિપૂર્ણ છું તો યે વિભો ! બહુ ભક્તિભાવે આપની સ્તવના કરી છે મેં પ્રભો ! તો ત્રિાજગવંદન નાભિનંદન એટલી કરજો હવે, કરુણા તમારું દિવ્ય શાસન પ્રાપ્ત થાયે ભવોભવે ત્યારે..૨૧ પંડિત મહા ધનપાલ કવિએ અવનવા ભાવે કરી, પ્રાકૃત ગિરામાં આદિજિનની રસીલી સ્તવના કરી, પ્રદ્યુમ્નસૂરિએ કોક પ્રાચીન પરથી એ ઉદ્ધયું, તેનું ધુરંધરવિજયજીએ ગાન હરિગીતે કર્યું ત્યારે...૨૨
| 3 F Personal & Private Use Only
www.jainelibry.org
Jain ducation International