________________
સોહામણું તે હસ્તિનાપુર નગર પહેલા પારણે , જયાં આપ જઈ ઊભા હતા શ્રેયાંસનુપને બારણે, વડોયો હતો ત્યાં ઈશુ રસ કરયુગલ લંબાવી તમે. ત્યારે તમને જે મણે જોયા હશે તે ધન્ય છે ...૯ અવસર્પિણીના પ્રથમ એ ભિક્ષાગ્રહણના અવસરે, થઈ હરખ ઘેલા દેવગણ ઉત્કૃષ્ટ વસુધારા કરે, થઈ સાડી બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ આંગણે ત્યારે...૧૦ છદ્મસ્થ કાળે છઠ્ઠ-અટ્ટમ દશમ દ્વાદશ ભક્તને, પન્નર વળી માસક્ષમણના ઉગ્ર તપ આચારને, પ્રભુ નિત્ય કરતા'તા ઉમંગે આપ વારંવાર જે ત્યારે...૧૧ એ કાંતમાં જયારે તમે બે હાથ ને લાંબા કરી, કાયા કરી થીર ચિત્તને મન સુપ્રસન્નપણે ધરી, નિષ્કપ કાયોત્સર્ગમાં ધરતા ધરમના ધ્યાનને ત્યારે..૧૨ રૂડી અહો તે પુરિમતાલ - પુરી અયોધ્યાનું પરું, રૂડો હજારો વર્ષથી તે વિસ્તરેલો વટતરું, જયાં ધ્યાનની ધૂણી ધખાવી વર્યા કેવળજ્ઞાનને ત્યારે..૧૩ નવ કનક કમળ પાય ઠવતાં વિચરતાં પૃથ્વી તળે , તું ભવ્ય રૂપી કમળ વનને ખીલવે પ્રવચનબળે , તુજ દેશનાથી જે થયા પ્રતિબુદ્ધ તે અતિ ધન્ય છે ત્યારે...૧૪ હે ત્રણ ભુવનના નાથ બેસી સ્વર્ણના સિંહાસને, સુર અસુર-કેરી પર્ષદાથી વીંટળાઈ તે ક્ષણે, દેતા અપૂરવ ધર્મ કેરી દેશનાને આપ જે , ત્યારે... ૧૫
( ૨૨ 3
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org