________________
વિભાગ - ૬
પ્રભુ વીર જીવન ઝરમર ગીતો
હે ત્રિશલાના જાયા
અંતરના એક કોડિયામાં, દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને, નિશદિન જલતો રાખો, ઊંચે ઊંચે ઊડવા કાજે, પ્રાણ ચાહે છે પાંખો, તુજને ઓળખું નાથ નિરંજન, એવી આપો આંખો. ૧ માનવતાના મૂલ્ય ઘટવાને દાનવતા રહી જામી, પાપને પુણ્યની વાતો જાણે, થઈ ગઈ સાવ નકામી, દુનિયાની આ પરિસ્થિતિને, કોઈ શકે ના પામી, સાચો રાહ સુઝાડો સ્વામી, હે પ્રભુ મહાવીર સ્વામી. ૨ હે ત્રિશલાના જાયા, માંગુ તારી માયા,
ઘેરી વળ્યા છે મુજને મારા, પાપોના પડછાયા... હે ત્રિશલાના... ૧ બાકુળાના ભોજન લઈને... ચંદનબાળા તારી ૨, ચંડકૌશિકના ઝેર ઉતારી, એને લીધો ઉગારી
રોહિણી જેવા ચોર લૂંટારા ૨, તુજ પંથે પલટાયા... હે ત્રિશલાના...૨ જુદા થઈને પુત્રી જમાઇ, કેવો વિરોધ કરતાં ૨, ગાળો દે ગોશાળો તોયે, દિલમાં સમતાં ધરતાં ૨.
ઝેરના ઘૂંટડા ગળી જઈને ૨, પ્રેમના અમૃત પાયા... હે ત્રિશલાના...૩
સુલસા જેવી શ્રાવિકાને, કરુણા આણી સંભારી ૨, વિનવું છું હે મહાવીર સ્વામી, દેશો નહીંવિસારી
, ' ' '
સળગંતા સંસારે દેજો, સુખની શીતલ છાયા.... હે ત્રિશલાના...૪
Jain Education International
For Perovate Use Only
www.jainsary.org