________________
'ધૂન :
જયજયશ્રી પારસનાથ, અમને વ્હાલા... તમને વ્હાલા...
સૌના પ્યારા... મારા હૈયે... હૈયે હૈયે... રોમે રોમે... અણુ અણુમાં... પરમાણુમાં... નાથ નિરંજન... ભવભયભંજન
દુઃખડા કાપે.... સુખડા આપે... દર્શન... જ્ઞાન... સંયમ આપે - ઓશો આપે... કર્મ ખપાવે...મોક્ષ આપે. ધરતી બોલે..આકાશ બોલે પ્રેમ એ બોલો... ભાવ સે બોલો બોલો રે બોલો.. જોરસે બોલો...
તાળી પાડીને (ધૂન) તાળી પાડીને તમે બોલજો ... જય જય પારસનાથ દાદાના દરબારે બોલજો ... જય જય પારસનાથ... તાળી પાડીને..૧
કલીકાળનો કલ્પતરુ છે તારો મહિમા ભારી તારા શરણે આવે છે આ લાખો નર ને નારી... તાળી પાડીને.... ૨
તારી મારી પ્રીત પુરાણી જનમ જનમનો નાતો આજે તો કરવી છે મારા હૈયા કેરી વાતો... તાળી પાડીને... ૩
તું છે મારો હું છું તારો, એવો મારો દાવો ભક્તિ કરતા મુક્તિ પામું, હૈયામાં છે ભાવો... તાળી પાડીને....૪ ધૂનઃ 3ૐ નમો ભગવતે શ્રી પાર્શ્વનાથાય, પાર્શ્વનાથાય પ્રભુ પાર્શ્વનાથાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય, ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય. માણીભદ્ર દેવ પરિપૂજિતાય, શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનાથાય.
(૨૭૭૨
-
Jain Education International
For Personal Private Use Only
www.jamemory.org