________________
હે વીર... મહાવીર
હે વીર... મહાવીર, જગમાં સાચું નામ... હૈ વીર...૧ તું છે માતા, તું જ પિતા છે, તું તો છે તારણહાર... હે વીર... ૨ તું છે દાતા, વિશ્વ વિધાતા, તારાં ચરણોમાં તીર્થધામ... હે વીર...૩ તું અંતરયામી જગનો સ્વામી, તું તો છે રક્ષણહાર... હે વીર...૪ તું દીનબંધુ તૂ જગબંધુo, તું તો સવાર ને સાંજ.... હે વીર..૫ ઝૂલો રે, ઝૂલો થે તો
ઝૂલો રે ઝૂલો, થે તો ત્રિશલાના જાયા,
થાને ઝૂલાવે આખો મારવાડ રે આખો ગુજરાત રે.. થે તો ત્રિશલાના..૧ સોનાના પારણિયા માંહી, રત્નોની ઘૂઘરિયા લગાઈ, ફૂલો સે એને સજવાઈ, મોતીયોની ઝાલરીયા લગાઈ, રેશમની નીલી દોરી હાથ રે હો.. થે તો ત્રિશલાના.. ૨
મોમા મોમી થારે કાજે, ઝભલાં ટોપી લાવે આજે, ગાલો મે ગુલાલ છાંટે, આંખો મેં કાજલિયા લગાવે, લાડુ મંગાવે થારે મોતીચૂર હો. થે તો ત્રિશલાના..૩
ત્રિશલા માતા હરખે હરખે, ધીરે ધીરે હળવે હળવે, વીરને પોઢાવે મલકે, હાલરિયા ગાવેને લલકે, જન્મ્યા રે માની કૂખે તારણહારા હો .... થે તો ત્રિશલાના..૪ ધન્ય ધન્ય હો ત્રિશલામાતા, જુગ જુગ જીવો, જગતના ત્રાતા, જન્મ્યા જ્યારે ત્રિભુવનનાથ, સંઘ રે માથે રાખજો હાથ, સંઘ ઝૂલાવે વીરને પારણિયે, હો. થે તો ત્રિશલાના..૫
Jan Education International
- ૨૭૬)
& Private Use Only
kelible org