________________
અણસારી ઊgછે ત્યાં
આંખમારી ઊઘડે ત્યાં શંખેશ્વર દેખું, મંદિરિયામાં બેઠા મારા પારસનાથ દેખું,
પારસનાથ દેખું તો મન હરખાતુ, ધન્ય ધન્ય જીવન મારું કૃપા એની લેખું. આંખ...૧
અંતરની આંખોથી દરિશન કરતાં,
નયણા અમારા નિશદિન ઠરતાં, તારી રે મૂરતીયે મારું મન લલચાયું. ધન્ય. આંખ...૨
cવણ કરાવીને અંતર પખાળું,
કેશર ચઢાવી મારાં કર્મોને બાળું, ચંદન ચઢાવી મનને શીતલ બનાવું. ધન્ય... આંખ...૩
સોના રૂપાના ફૂલડે વધાવું,
અંતરથી હું તારી આરતી ઉતારું, ભવોભવ મારે શરણું તમારું ધન્ય... આંખ...૪
અક્ષત પૂજા કરી, અક્ષયપદ પામું,
નૈવેદ્ય ધરી અણહારી બની જાઉં, ફળ ચડાવી હું તો, મુક્તિ ફળ માંગું. ધન્ય..આંખ....૫
નિશદિન તારા ગુણલા હું ગાવું,
શિવમસ્તુ સર્વની ભાવના હું ભાવું, જ્યારે જ્યારે યાદ કરું તુજને હું દેખું. ધન્ય... આંખ..૬
Jain
a tion International
For Persoal gove Use Only
www.jainelibr
.org