________________
આશ ધરીને આવ્યો રવામી...
આશ ધરીને આવ્યો સ્વામી, ભક્તિમાં નહીં રાખું ખામી, પૂરજો અમારી આશ... ઓ શંખેશ્વરા... તારો તારો પ્રભુજી, હું જેવો છું તેવો તમારો, કોઈ નથી અહીં મારું, પ્રભુ આપી દે મુજને સહારો, પાર કરો, ઉદ્ધાર કરો, વિનંતિ સુણો મહારાજ...ઓ શંખેશ્વરા...૧ ભાન ભૂલી ગયો છું, આજે સન્મતિ મુજને તું દેજે, રાહ ભૂલી ફર્યો છું, મને રાહ બતાવી તું દેજે, માયા કેરી આ દુનિયામાં, રઝળી પડ્યો છું આજ...ઓ શંખેશ્વરા.... તને રાત દિવસ
Jain Edum Inte
તને રાત દિવસ હું યાદ કરું, શંખેશ્વર પારસનાથ પ્રભુ તારા દર્શનની હું આશ કરું,
મારા દિલની તને શું વાત કરું ! તને... ૧
અંતર્યામી જગવિશ્રામી, સહુ જીવનો પ્રભુ તું હિતકામી, કલિકાલનો છે તું કલ્પત,
વીતરાગ પ્રભુ છે વિઘ્નહતું, તને રાત... ૨
મોહે ઘેર્યા લોચન મારા, કીધા નહીં મેં દર્શન તારાં, એથી દુ:ખ ભર્યું જીવન મળિયું, બહુ પાપ કરમ મુજને નિડયું. તને રાત....૩
ઓ દીન બંધુ કરુણાસાગર, શરણાગતના સ્નેહ સુધાકર, સ્વામી ભક્ત બની નમતો તુજને, દુઃખ મુક્ત તુરત કરજે મુજને, તને રાત...૪
૨૭૧
relibrary.org