________________
સાર
blect Pe
કળશ
વળી શુભ કરમ અનુબંધ આકર્ષિત બને જસ પાઠથી, પોષણ થકી સંપૂર્ણ બની, શુભકર્મ સાનુબંધથી, પ્રકૃષ્ટ થઈ, નિયમા ફળે, જિમ શ્રેષ્ઠ ઔષધ વિધિવતા. શુભ ફળપ્રદા, સુપ્રવર્તકા, આપે પરમસુખ શાશ્વતા...૨૬ તેથી નિદાનરહિત અને સવિ અશુભ ભાવરહિત સદા, શુભભાવબીજક સૂત્ર આ, પ્રણિધાન શુભ ધરી સર્વદા, સમ્યગ્ ભણો, સમ્યગ્ સુણો, સમ્યગ્ કરો પરિચિતના, શિવ-અચલ-અરુજ-અનંત-અક્ષય ગુણ વરો આતમતણા...૨૭ અરિહંત - સિદ્ધ-સુશ્રમણ ને, જિનધર્મ શરણું હું વરું, ભવોભવતણા સવિ પાપનું મિચ્છામિ દુક્કડં હું કરું, સવિ જીવકૃત સત્કૃત્યની, કરું શુભમને અનુમોદના, વિ જીવ કરું, શાસનરસીની, ભાવું નિત શુભ ભાવના...૨૮ અતિપૂજ્ય પૂજિત પરમગુરુ વીતરાગને મુજ વંદના, વળી જે નમસ્કરણીય સહુને ભાવથી કરું વંદના, જય હો અપ્રતિહત વિશ્વમાં, સર્વજ્ઞ શાસન સર્વદા, પામો પરમ સમકિત થકી, સુખ જગતના જીવો સદા...૨૯ ક્યાં શ્રુતનિધિ શ્રીચિરંતનાચાર્યે રચેલું સૂત્ર આ, ક્યાં મૂઢમતિ સમ માહરૂં, તસ કાવ્ય રૂપે કાર્ય આ, તોએ કર્યું ભક્તિવશે, કલ્યાણ કાજે વિશ્વના, જિનગુણરતન રશ્મિથી પ્રગટે ‘હીર’ સવિ જીવો તણા...૩૦
Jain Education International
૨૧૬
For Person & Private Use Only
iry.org