________________
સમતા સમાધિ યાચના
મૃત્યુ સંવેદના
જયારે અચાનક આવશે યમદેવ મારા આંગણે , જનમોજનમના ચિરપ્રવાસે લઇ જશે જયારે મને હે વીતરાગ જિનેન્દ્ર ! એક જ છે વિનંતિ આપને ત્યારે સમાધિ-બોધિનું પાથેય દેજો પ્રભુ ! મને...૧ જે છોડશે તે પામશે એવું અહીં કહેવાય છે, કહે છે પ્રભુ, જે મૃત્યુભય તજશે સુખો તે પામશે ! આ જીવ ગર્ભવાસથી પૂરાય જે તનપિંજરે, પિંજર થકી છોડાવનારું કોણ છે વિણ મરણ રે !... ૨ વ્યાધિ અને બંધન અને ઘડપણતણી જાલિમ વ્યથા સંયોગ ને વિયોગ સઘળી દેહની કાતિલ કથા, મૃત્યુસખાની મદદથી આ દેહથી છ ટાય છે આ સત્યને સ્વીકારનારા મુક્તિસ્વામી થાય છે !... ૩ જયારે ઊગ્યું મૃત્યરૂપી સુરવૃક્ષ રૂડું આગણે , ત્યારે સમાધિ-આત્મઋદ્ધિ મેળવી ના જેમણે , તે માનવો જનમોજનમ દારિદ્રય દારુણ પામશે , તનમાં. અને મનમાં અનંતા દુ:ખ-દુગુણ જામશે...૪
(૨૧
Jan E
cation International
For Personal Private Use Only
www.janary.org