________________
તે પરમગુણ સંપન્ન અરિહંતાદિના શુભબળ થકી, આ માહરી અનુમોદના, સમ્યગુ બનો સુવિધિ થકી, સમ્યગુ બનો શુદ્ધાશયા, સમ્યમ્ ક્રિયાપૂર્વક સદા, સમ્યગૂ નિરતિચારી બની, પુણ્યાનુબંધિ પુણ્યદા...૨૧ સર્વજ્ઞ ભગવન વીતરાગ અચિંત્ય શક્તિયુક્ત જે, ભવિજીવના કલ્યાણમાં કારણ, પરમ આધાર જે, હું મૂઢ પાપી ને અનાદિ મોહથી વાસિતમના, તે દેવગુરુ નવિ ઓળખ્યા, છે તેવી મુજ વિડંબના !..રર અણજાણ છું હું સર્વથા, મુજ હિત-અહિતના ભાવથી, વિરમું અહિતથી હિતતણું, સેવન કરું શુભ ભાવથી, સવિ જીવ પ્રતિ ઔચિત્ય ધરી, કરું ધર્મની આરાધના, ઇચ્છું સદા કરતો રહું, સત્કૃત્યની અનુમોદના... ૨૩
ફળ વર્ણના
આ સૂત્ર જે સુભણે-ખુણે-ચિંતન કરે ભાવિતમના, તસ ભવ અનંત તણા અશુભ, અનુબંધ સવિ કર્મોતણા, સુશિથિલ બની, થઈ ક્ષીણ ને, સવિ નાશ પામે યુગપદા શુભધ્યાનની ધારા થકી, શુદ્ધિ લહે જીવ સર્વદા...૨૪ જિમ મંત્ર બંધિત સર્વવિષ, તિમ કર્મ નિજ આતમ પ્રતિ, અતિ અલ્પફળદાયી, સુખેથી દૂર થાયે આત્મથી, બંધાય ના ફરી વાર કદી, સેવા અને નિર્બળ સદા, 'આ સૂત્ર પરિભાવન પ્રભાવે નાશ થાયે આપદા... ૨૫
૨૧૫
www.jainelibrary.org