________________
(દુષ્કૃત્યોની
નિંદા
ઇમ શરણ ગ્રહી સવિ દુષ્કતોની હૃદયથી કરું ગણા, અરિહંત-સિદ્ધાચાર્ય-વાચક-સાધુ ને સાધ્વી તણા, વળી ધર્મપ્રેમી શ્રાવકો ને શ્રાવિકાના વંદના, અપરાધ જે મુજથી થયા, કરું ભાવથી તસ ગણા...૧૧ માતા-પિતા-બંધુ અને, મિત્રો વળી ઉપકારીના, સન્માર્ગ કે ઉન્માર્ગમાં, સ્થિત સર્વ જીવસમૂહના ઉપકરણ ને અધિકરણ વળી, સવિ જડ અને ચેતન તણા અપરાધ જે મુજથી થયા, કરું ભાવથી ત: ગહેણા...૧૨ તે સર્વના સંબંધમાં, વિપરીત આચરણા કરી, દુષ્ટાચરણ અનિચ્છનીય કર્મલીલા આદરી, પાપાનુબંધિ પાપ જે, અતિ સૂક્ષ્મ વળી બાદર ઘણા, તન-મન-વચનથી આદર્યા, કરું ભાવથી તસ ગહેણા...૧૩ તે પાપ મેં કીધાં - કરાવ્યાં ને કરી - અનુમોદના, અતિ રાગ-દ્વેષ કે મોહથી, ઈહભવ તણા-પરભવ તણા, અતિનિધ તે દુષ્કૃત્ય નિશ્ચય યોગ્ય છે પરિત્યાગના, મન-વચન-કાયાએ કરું, હું ભાવથી તસ ગણા...૧૪ કલ્યાણમિત્ર સમા ગુરુથી વાત આ જાણી કરી, સાચી જ છે આ વાત ઈમ, નિજ હૃદયમાં શ્રદ્ધા ધરી, અરિહંત - સિદ્ધની સાક્ષીએ, દુષ્કૃત્યની કરૂં ગણા, મિચ્છામિ દુક્કડ દઈને, કરું ત્યાગ નિજ પાપો તણા...૧૫
૨૧૩
Jal. CUCCO International
For Parental
nelibrary.org