________________
શ્રી લાખણી તીર્થ (ગુજ.)શ્રી આદિનાથ પ્રભુ
નાથ નિરુપમ નિષ્કલંકી વિશ્વવંદિત નિર્મલા, આદિનાથ જિનેન્દ્ર જપતા વિમલ મતિ થાય કોમલા. પ્રથમતીર્થપતિ લાખણીમાં ભવ્ય જિન દેદાર છે, ચિદાનંદ વંદન ભાવથી કરતાં શરણ સ્વીકાર છે.
શ્રી નંદુરી તીર્થ (મ.પ્ર.) શ્રી પાર્શ્વનાથ પ્રભુ ભવભીતિ હારક, કુમતિ વારક દિવ્ય દેખા જિનવરા, સમભાવ દૃષ્ટિ અમીય દૃષ્ટિ ભાવ સૃષ્ટા ભવિવરા. ચિંતામણીપ્રભુ પાર્શ્વ નંદિકર નમો ઉત્સાહથી, નાનપુરમાં ચિદાનંદ ભવ વિરહ યાચે નાથથી.
શ્રી ચંપાપુરી તીર્થ (બિહાર) શ્રી વાસુપૂજ્ય સ્વામી
પંચ કલ્યાણક થયા જ્યાં વાસુપૂજ્ય જિનેશના, વાસુપૂજ્ય વંદન કરતાં વંદન પૂજ્યવર અખિલેશના.
ભવબંધનોના છે નિવારક ચરણમાં વંદન કરે, ચંપાપુરીમાં ચિદાનંદ ભેટત હૃદયને નિર્મળ કરે.
લ
શ્રી ભરુચ તીર્થ (ગુજ.) શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભુ મુનિસુવ્રત સ્વામીએ અહીં અશ્વને પ્રતિબોધિત કર્યો સમળી વિહાર છે. ચૈત્ય ભેટો ભરૂચમાં શ્રદ્ધાભર્યો.
કુમાર વિક્રમ સંપ્રતિ છે તીર્થ જીર્ણોદ્વારકા, મુનિસુવ્રત તીર્થાધિપતિ ચિદાનંદ ભવભય વારકા.
શ્રી વેલાર તીર્થ (રાજ) શ્રી આદિનાથ પ્રભુ પ્રભુ આદિ જિનવર આદિ નરપતિ શુદ્ધભાવ પ્રકાશકો, પ્રશમરસભર પૂર્ણ છે પ્રભુ ભવ્ય ભાવોત્રાયકા. વેલારતીર્થ પવિત્ર રાજે સૌમ્ય દૃષ્ટિ સુખકરી, કરે વંદન ભાવયાત્રામાં ચિદાનંદ ભવજલતરી.
Jain Education International
For
P
60ivate Use Only
www.jainelibrary.org