________________
They
ન
કર
Jain Eduation International
નવકાર મંત્રના ૬૮ અક્ષર સુશોભીત અડસઠ તીર્થ ભાવયાત્રા
પદ- ૧ નમો અરિહંતાણં
શ્રી નગપુરા તીર્થ (મ.પ્ર.) શ્રી ઉવસગ્ગહરં પાર્શ્વનાથ ઉપસર્ગ હર પ્રભુ પાર્શ્વનું સુંદર જિનાલય મનહરુ, નગપુરા છે આ ગામ જ્યાં છે દર્શનીય દુઃખહરુ. હો અભ્યુદય આ તીર્થની યાત્રા કરી ભવ ભય હરે, ચિદાનંદ કરે સહુ વંદના સંસાર સિંધુ ને તરે.
શ્રી મોહનખેડા તીર્થ (મ.પ્ર.)શ્રી આદિનાથ સ્વામી ધન્ય ધરતી પરમપાવન આદિ જિનવર ધામ છે, મોહનખેડા તીર્થ મનહર શાંતિનો વિશ્રામ છે. શાંતસુધારસ ઝરતું તીર્થ આ અભિરામ છે, પ્રભુ આદિ જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.
શ્રી અષ્ટાપદતીર્થ - ચોવીસ તીર્થંકર (શ્રી આદિનાથ) તીર્થ અષ્ટાપદ અનુપમ આદિનાથ બિરાજતા, ચક્રવર્તી ભરત નિર્મિત બિંબ ચોવીસ રાજતા. આઠ પગથીએ સુશોભિત મુક્તિપુરીનું ધામ છે, ચોવીસે જિનના ચરણમાં નિત ચિદાનંદ પ્રણામ છે.
(૧૬૯ FoNerson & Private Use Only
www.jainelibrary.org