________________
(૫) જુઓ, આ મહાહિમવંત પર્વત આવ્યો. તેના ૮ શિખરો છે, તેના પહેલા શિખરે ૪ શાશ્વત જિનનું જિનાલય “નમો જિણાણું”. (૬) નીચે જોઈએ તો હરિવર્ષ દેખાય છે. ત્યાં હરિસલિલા નદી વહી રહી છે, ગંગા કરતાં ચારગુણો પટ છે.
(૭) જુઓ આ આવ્યો નિષધ પર્વત, તેના પહેલા શિખર પર ભવ્ય જિનમંદિર છે. ન.જિ. નિષધ પર્વત સુવર્ણ જેવો હોવાથી સવારે અને સાંજે આપણે સૂર્યને લાલ જોઈએ છીએ.
(૮) વિમાન મહાવિદેહની દિશામાં જઈ રહ્યું છે. જુઓ, આ આવી વત્સવિજય. તેમાં સુશીમાનગરીમાં ઊતર્યાં. ત્યાં યુગમંધર સ્વામીનું સમવસરણ મંડાયું છે. આપણે સમવસરણમાં પહોંચ્યાં અને દર્શન કરીને ભાવવિભોર બની ગયા.
(૯) આપણું વિમાન મહાસાગર જેવી સીતા નદી ઉપરથી પસાર થઈ ૮મી વિજય પુષ્કલાવતીમાં રહેલી પુંડરિકીણી નગરીની બહાર બગીચાની બાજુમાં ઊતર્યું.
શ્રી સીમંધરસ્વામીનો પરિચય
(૧) કાયા : ૫૦૦ ધનુષ (૨) જન્મ : કુન્થુનાથ ભગવાન અને અરનાથ ભગવાનના આંતરામાં (૩) નગરી : ઈશાન દિશામાંથી ૮મી પુષ્કલાવતી વિજયની પુંડરિકિણી (૪) પિતા : શ્રેયાંસ (૫) માતા : સત્યકિ (૬) પત્ની : રુક્મિણી (૭) દીક્ષા અને કેવલજ્ઞાન ઃ મુનિસુવ્રત ભ. અને મિનાથ ભ. ના આંતરામાં (૮) છદ્મસ્થ કાલ ઃ ૧૦૦૦ વર્ષ અને (૯) આયુષ્યઃ ૮૪ લાખ પૂર્વ. (૧૦) ચન્દ્રાયણયક્ષ તથા યક્ષિણી પંચાગુલી દેવી
Jain Education International
૧૧૪
For Personal Private Use Only
www.jainelibre org