________________
(૧) આપણું વિમાન ઉત્તર દિશામાં હિમાલય ઉપરથી ચીન થઈ રશિયાને વટાવી ઉત્તર તરફ જઈ રહ્યું છે. જંબુદ્વીપના દરવાજેથી ૧૨૫ યોજન, શત્રુંજયથી ૧,૮૫,૦૦૦ ગાંઉ દૂર પ્રાચીન અયોધ્યા ઉપરથી જઈ રહ્યું છે. અયોધ્યા ૧૨ યોજન લાંબી, ૯ યોજન પહોળી છે. તેની નજીકમાં અષ્ટાપદજી મહાતીર્થ આવ્યું. આપણે નીચે ઊતર્યા. જુઓ, એક એક યોજનના ભરતચક્રવર્તીએ પગથિયાં બનાવ્યાં છે. ચારે બાજુ ખાઈમાં પાણી ભરી સગર ચક્રવર્તીના ૬૦,૦૦૦ પુત્રોએ અહીં તીર્થરક્ષા માટે બલિદાન આપેલું. ભરત ચક્રવર્તીએ સોનાના મંદિર બનાવી ૨૪ તીર્થંકર ભગવાનની પોતપોતાના શરીર પ્રમાણ રત્નની પ્રતિમાઓ ભરાવી છે. ભાવથી દર્શન..હૈયું ડોલી રહ્યું છે.
ગીત :
ઝગમગતા તારલાનું દેરાસર હોજો...
(૨) બધા વિમાનમાં બેસી ગયા, વિમાન આગળ સ્પીડથી જઈ રહ્યું છે. નીચે શાશ્વત ગંગા નદી દેખાય છે. આગળ વધતા વૈતાઢ્ય પર્વત ઉપર ૯ શિખરો છે. તેના પહેલા શિખર સિદ્ધકૂટ ઉપર શાશ્વત મંદિર છે. તેમાં ઋષભ, ચંદ્રાનન, વારિખેણ અને વર્ધમાન એ શાશ્વત ભ.ને, “ન.જિ.” કહીને વિમાનમાં આગળ વધીએ.
(૩) આગળ વધતાં લઘુ હિમવંત પર્વત આવ્યો. તેના ઉપર ૧૧ શિખરો છે. પહેલાં શિખર ઉપર જિનાલય છે. ગભારામાં ૧૦૮ પ્રભુજી, ત્રણે દિશામાં ચૌમુખજી કુલ ૧૨૦જિનને ન.જિ.
(૪) આપણું વિમાન ઊડી રહ્યું છે. નીચે હિમવંત ક્ષેત્ર આવ્યું. તેમાં ગંગા નદી કરતાં ડબલ પટવાળી રોહિતા નદી ખળખળ વહી રહી છે. નદી ઉપરથી વિમાન જઈ રહ્યું છે.નદીમાં મોજા અને હૈયામાં ભાવો ઉછળી રહ્યા છે.
Jain Education International
Forpa993} vate Use Only
www.jainelibrary.org