________________
શ્રી સીમંધર સ્વામીનો હેલો )
હે હેલો મારો સાંભળો ને, સીમંધર જિનચંદ, શ્રેયાંસ રાયનો લાડલો ને, સત્યકીનો નંદ...મારો...૧ હું તો વસિયો ભરતમાં ને, તું વિદેહ મોઝાર; નિત્ય સવારે વંદના મારી, અવધારો ઉર દ્વાર...મારો..૨ મનમાં કોડ અતિ ઘણાં, પ્રભુ તુજ વંદનાના ખાસ; કેમ કરી હું આવું પ્રભુજી, દૂર તમારી પાસ....મારો...૩ ડુંગર ને દરિયા ઘણા વળી, વચમાં વસમી વાટ; મનડું ઝંખે પલ પલ મારું, જોવા તારો ઠાઠ...મારો...૪ દીધી હોત જો પાંખડી પ્રભુ, દેવે મને હજૂર; તો હું આવત ઊડી ઊડી, જોવા તુજ મુખ નૂર...મારો...૫ કલ્પતરુ ચિંતામણિ સરીખો, તું છે સાચો દેવ; દુ:ખિયા ભરતમાં આપ પધારો, કરું તમારી સેવ...મારો....૬ શ્રી સીમંધર માહરો તું, હું છું તારો દાસ; જલદીથી તેડાવજે તું, પૂરજે મારી આશ...મારો...૭ દાદા મારા હેલાને આ, વાંચજો તમામ; ભરતક્ષેત્રથી લખી રહ્યા અમે, કરીએ નિત્ય પ્રણામ...મારો...૮
૧૧૫ડે
Jain Education
temational
For Penal & P
e
Use
dhe library.org