________________
આત્મશુદ્ધીકરણ
(૧) મન શુદ્ધિ : મૈત્રીભાવ, દરેક જીવો સાથે ક્ષમાપના કરીને. “ખામેમિ સવ્વ જીવે, સવ્વ જીવા ખરંતુ મે, મિત્તિમે સવ્વ ભુએસ, વે૨ મજરું ન કેણઈ. (૨) વચનશુદ્ધિઃ અરિહંત પરમાત્માની દેશનાના પરમાણુને ગ્રહણ કરી સ્તુતિ બોલવા દ્વારા વચનશુદ્ધિ. સ્તુતિ યાચક થઈને હું માગું છું, હે વિતરાગી તારી કને, મહાવિદેહ ક્ષેત્રમાં જાવું મારે, શ્રી સીમંધર સ્વામી કને, આઠ વર્ષની કુમળી વયમાં, સંયમ લેવું તારી કને, ઘાતી અઘાતી કર્મ ખપાવી, ક્યારે પહોંચશે તારી કને.
(૩) કાયશુદ્ધિ : રક્તશુદ્ધિ : હૃદયના પ્રત્યેક ધબકારે “નમો અરિહંતાણં” નેત્રશુદ્ધિ : પરમાત્માના દર્શન દ્વારા.
♦ગીત : હાલો રે હાલો અમે મહાવિદેહ જવાના,
મહાવિદેહ જવાના સીમંધર સ્વામીને મળવાના, હાલો...
નાથને મળવાના, મારા વ્હાલાને મળવાના, હૈયાની વાત એના કાનમાં કહેવાના, હાલો રે હાલો.
પૂ. આ લક્ષ્મીસૂરિએ કહ્યું છે કે, ‘સીમંધર સ્વામીનો ૧ લાખ વાર જાપ કરે તે મહાવિદેહમાં જન્મી ૮ વર્ષે દીક્ષા, ૯માં વર્ષે કેવળી બની મોક્ષે જાય છે.’ બધાએ આંખો બંધ કરી દેવી. મિત્રદેવે શ્રાવક શ્રાવિકાને વિમાનમાં બેસાડી દીધા છે. સાધુ-સાધ્વીજી મ.પાસે આકાશગામિની વિદ્યા. ત્રણ નવકાર મંગલ માટે ગણીએ. માનસ વિમાન સ્ટાર્ટ. આપણે બધા
ૐ હ્રીં અહ શ્રી સીમંધર સ્વામીને નમઃ’’નો જાપ કરીએ.
For PeqNA vate Use Only
Jain Education International
www.jainelibrary.org