________________
શ્રી સીમંધર સ્વામીની ભાવયાત્રા
• ગીત : ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને રે, હાલો હાલો મહાવિદેહ જઈએ રે,...૧ મહાવિદેહ મોટું યાત્રાનું ધામ છે,ત્યાં તો બિરાજે વ્હાલા સીમંધર સ્વામી રે, યાત્રા કરવા જઈએ રે, હાલો હાલો સીમંધર સ્વામી ભેટીયે રે..૨ ભરતક્ષેત્રનો સીમંધર સ્વામી સાથે વિશેષ સંબંધ (૧) મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રી સીમંધરસ્વામીના ૪ મુનિઓ ભરતક્ષેત્રના કૂર્માપુત્ર કેવલીના સાંનિધ્યમાં આવી કેવલી બન્યા. (૨) ભરતક્ષેત્રના જક્ષા સાધ્વીએ ભાઈ શ્રીયકની તપશ્ચર્યા અને દેવલોકના પ્રશ્નનું સીમંધર સ્વામી પાસેથી સમાધાન મેળવ્યું.
(૩) ભરતક્ષેત્રના ચરમશરીરિ કાજગજેન્દ્ર મિત્ર દેવની સહાયતાથી સીમંધરસ્વામી પાસે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ભ. મહાવીર પાસે પત્ની સાથે દીક્ષા લઈ કેવલી બની મોક્ષ મેળવ્યો.
(૪) અનુપમા દેવી મહાવિદેહમાં જન્મ લઈ શ્રી સીમંધરસ્વામી પાસે ૮મા વર્ષે દીક્ષા લઈ સાધના કરી ૯માં વર્ષે કેવલી બની વિચરે છે.
Jain Education laternation
(૧૧૦
For Personal & Prete Use Only
ry.org