________________
શારદાપE
- સંયમ ઉપકરણ વંદના કમો ઉપાર્યા જે ઘણાં, અજ્ઞાનથી આવેશથી, તે સર્વ પાપ વિનાશ થાઓ, શ્રમણના આ વેશથી; ગણવેશના આ વિશ્વમાં છે, સ્થાન જેનું વિશેષથી, તે શ્રમણ સુંદર વેશને, ભાવે કરું હું વંદના... (૧) જે વેશને પ્રભુ એ ધર્યો, પ્રભુએ ભયો શુભતા થકી, જે વેશને પ્રભુએ કહ્યા, આચારથી વળી આણથી; જે વેશને લેતા જ સોહે, જિનવરા ચઉનાણથી...તે.... (૨) ગણધારીને ગુણધારી વળી, વ્રતધારીઓથી શોભતો,
સ્થૂલિભદ્ર શાલિભદ્ર સમ, મુનિવર થકી જે દીપતો; કેવળધરા, પૂરવધરા, બહુશ્રતધરા, ધારણ કરે...તે... (૩) દેવો તણાં સ્વામી સદા જેવેશ કાજે તરફડે , શ્રેણિક સમા પરમાતોના, જીવનમાં જે ના જડે; બહુ પુણ્યકારી જીવને જે, વેશ અમૂલખ સાંપડે...તે... (૪) જે વેશને ધારણ કરે, વંદન જગત તેને કરે, જે વેશને નજરે નિહાળી, કૈંક ભવસાગર તરે; આ વિશ્વમાં જે વેશ કાજે, લોક બહુ આદર ધરે...તે... (૫)
Jain Education Interne
ww.jainelibrary.org