SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ‘તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ હવે પાપો શી રીતે રહેશે ? આધારશિલા જ છૂ થઈ ને ! નવા કર્મોનો બંધ નહિ થાય. (‘નિર્વિકલ્પ ઉપયોગમાં નવિ કર્મનો ચારો.’) સત્તામાં છે તે ક્ષીણ થયા કરે. ઉદયમાં આવે કર્મ, તોય સાધક એ ઉદયને જોશે, તેમાં ભળશે નહિ... અધ્યાત્મ ગીતા યાદ આવે : ‘ઉદય ઉદીરણા તે પણ પૂરવ નિર્જરા કાજ.’ સાક્ષીભાવની આધારશિલા પર પાપકર્મોનું દૂરીકરણ. કહો કે વિફલીકરણ. કેટલું સરસ આ ‘તસ્સ ઉત્તરી' સૂત્ર ! ઉત્તરીકરણ આદિ પાંચ ચરણોમાં ત્રણ વાતો આવી : શાંત મનની શુદ્ધિ, અવચેતન મનની શુદ્ધિ; અને એ બેઉને પરિણામે કર્મોનું દૂરીકરણ. આવા હેતુથી સાધક કાયોત્સર્ગમાં સ્થિર થાય છે. (ઠામિ કાઉસ્સગં...) કાયોત્સર્ગ સાધનાનો મહિમા છે નિરાળો. અર્થશાસ્ત્રનું સૂત્ર છે : નાનકડો પ્રયત્ન, મોટું પરિણામ. મિનિમમ એફર્ટ, મેક્સિમમ રીઝલ્ટ. લાગે કે અહીં તો, કાયોત્સર્ગ સાધનામાં, પ્રયત્ન બહુ જ નાનકડો છે. Jain Education International ૨૧૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy