________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ‘તસ્સ ઉત્તરી’ સૂત્રની પાંચ પ્રક્રિયાઓ દુનિયામાં, ધ્યાન લોકમાં સાધકના પ્રવેશની આ
ક્ષણે
મંગળ કામના.
હવે કાયોત્સર્ગ કયાં કયાં કાર્ય કરે છે તે જોઈએ. કાયોત્સર્ગ જ્ઞાત મન અને અજ્ઞાત મનમાં જામી પડેલા રાગ, દ્વેષ, અહમૂના સંસ્કારોને આશ્ચર્યજનક રીતે દૂર કરે છે.
કાયોત્સર્ગના કાર્યકલાપને દર્શાવનાર “તસ્સ ઉત્તરી0' સૂત્રને આ સન્દર્ભમાં જોઈએ.
પચીસ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ. અને તે સાધકને આપે છે ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણ, વિશુદ્ધિકરણ, વિશલ્યીકરણ અને પાપકર્મોનું દૂરીકરણ.
આશ્ચર્યચકિત થઈ જવાય ને ! શુદ્ધ સ્વરૂપાનુભૂતિની ક્ષણોનો આ ચમત્કાર છે.
ઉત્તરીકરણની વ્યાખ્યા આપતાં આવશ્યક નિર્યુક્તિ કહે છે : खंडिय-विराहियाणं, मूलगुणाणं सउत्तरगुणाणं । उत्तरकरणं कीरइ जह सगडरहंगगेहाणं ॥ १५०७ ॥
ખંડિત (સર્વથા ભાંગેલ) અને વિરાતિ (અંશતઃ ભાંગેલ) અહિંસાદિ મૂળ ગુણ અને પિંડવિશુદ્ધિ (ભીક્ષાદોષ રહિતતા) આદિ ઉત્તરગુણોનું
૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org