________________
ધ્યાન અને કાયોત્સર્ગ - કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં
શુક્લધ્યાન, અગાઉ લખ્યું છે તેમ, અનાલંબનના અંશ રૂપે હોઈ શકે. નૈૠયિક રૂપના આત્મસ્વરૂપના વિભાવનને અનાલંબન કહેવાય છે.
કાયોત્સર્ગના ધ્યાતાનું જે સુરેખ શબ્દચિત્ર કાયોત્સર્ગ નિર્યુક્તિમાં મળે છે, તે કેવું તો મનોહર છે !
સ્થાણુ વૃક્ષના ઠુંઠાની જેમ ઉર્ધ્વદેહે રહેલો સાધક બે પગ વચ્ચે ચાર અંગુલના અન્તરથી ઊભો રહેલ, જમણા હાથે મુહપત્તિ અને ડાબા હાથથી રજોહરણને પકડીને રહેલ સાધક. જેણે દેહને વોસિરાવી દીધો છે તેવો સાધક. મમતાને (મારાપણાની દેહાદિ, પદાર્થોદિની બુદ્ધિને) જેણે ત્યજી છે એવો સાધક. “સૂત્રના રહસ્યોને જેણે જાણ્યા છે તેવો સાધક.
કેવું મઝાનું છે આ શબ્દચિત્ર !
આ સંદર્ભમાં, યોગશાસ્ત્ર આપેલ ધ્યાતાનું વર્ણન જોવું ગમશે : આ સર્વ કાર્યોમાં નિર્લેપ, આત્મભાવમાં રમણશીલ, શરીર પર નિઃસ્પૃહ, સંવેગના સરોવરમાં ડૂબેલ, શત્રુ-મિત્ર કે નિન્દા-સ્તુતિમાં સમભાવ રાખનાર, બધાના કલ્યાણનો ઇચ્છુક, બધા પર કરુણા કરનાર, સંસારના સુખોથી પરાક્ષુખ, ઉપસર્ગ-પરિષદમાં મેરુની જેમ અડોલ, ચંદ્રની પેઠે આનંદ આપનાર, વાયુની જેવો અસંગ અને સદ્ગદ્ધિવાળો ધ્યાતા હોય છે.
६. खाणुव्व उद्धदेहो काउस्सग्गं तु ठाइज्जा ॥ १५४१ ।। ७. चउरंगुलमुहपत्ती उज्जूए डब्बहत्थ रयहरणं ।
वोसट्ठचत्तदेहो, काउस्सग्गं करिजाहि ।। १५४५ ।। ८. तम्हा उ निम्ममेणं, मुणिणा उवलद्धसुत्तसारेणं । વડોડો, મ્પયટ્ટાય યવ્વો ૫૧૪ આ.નિ. (કાયોત્સર્ગ નિર્યુક્તિ)
૧૯૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org