________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૯ કાયોત્સર્ગ દ્વારા સ્વગુણની ધારામાં અવલંબન કરીને સૂત્ર કે અર્થનું ધ્યાન કરે. (યા તો સૂત્રનું, જેમ કે લોગસ્સ આદિનું. અથવા તો તેના અર્થનું. પણ બેઉ સાથે નહિ.) અર્થમાં દ્રવ્ય કે પર્યાયોનું ધ્યાન કરે.
કાયોત્સર્ગ દ્વારા થતા લાભોની ચર્ચા આ રીતે કરાઈ છે : કાયોત્સર્ગ કરવાથી (૧) દેહમાં જડતા આદિ હોય તે દૂર થાય છે. (૨) ચિત્તની એકાગ્રતા થવાથી બુદ્ધિની જડતા દૂર થાય છે. (૩) સુખ-દુઃખને સહન કરવાનું બળ મળે છે. ન તો સુખની ક્ષણોમાં રતિભાવ આવે, ન દુખની ક્ષણોમાં અરતિ ભાવ જન્મ. (૪) શુભ ધ્યાનમાં રહેવાનું થાય અને (૫) ધ્યાન પછી અનુપ્રેક્ષા આવે. ૫
એક સરસ ઉલ્લેખ કાયોત્સર્ગ નિયુક્તિ (આવશ્યક નિર્યુક્તિ)ની ૧૫૦૦મી ગાથામાં છે. ત્યાં કહેવાયું છે કે સાંજના પ્રતિક્રમણમાં અતિચાર આલોચવાના કાયોત્સર્ગમાં પ્રભાતથી માંડી અત્યાર સુધીના દોષો બરાબર આલોચ્યા, જોયાહવે ગુરુ મહારાજ જ્યાં સુધી કાયોત્સર્ગ પારે નહિ ત્યાં સુધી સાધુ શું કરે? પાઠ આવો છેઃ તાવ સુહુમાપુરા ધમૅ સુદં ર ફાફન્ની II
ગુરુ મહારાજ કાઉસ્સગ્ન પારે નહિ ત્યાં સુધી સાધક સૂક્ષ્મ ઉચ્છવાસનિઃશ્વાસ લેતો છતો ધર્મ અને શુક્લધ્યાન ધ્યાવે.
४. संवरियासवदारा, अव्वाबाहे अकंटए देसे ।
काऊण थिरं ठाणं, ठिओ निसन्नो निवण्णो वा ॥ चेयणमचेयणं वा वत्थु अवलंबिउं धणं मणसा ।
झायइ सुअमत्थं वा, दवियं तप्पज्जए वावि ॥ - आ० नि०, १४६५, १४६६ ५. देहमईजड्डसुद्धी सुहदुक्खतितिक्खया अणुप्पेहा ।।
झायइ य सुहं झाणं एगग्गो काउसग्गम्मि॥ १४६२ ॥ आ० नि०
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org