SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ ♦ લોગસ્સ સૂત્રમાં આવતાં ધ્યાનો હવે આવે છે વર્ણધ્યાન. ‘ચંદેસુ નિમ્મલયરા..’ ચન્દ્રો કરતાં પણ વધુ નિર્મળ પરમાત્મા. આ વિશેષણ સિદ્ધ પરમાત્માનું છે. અહીં સાધક અર્હચેતનાના શુભ્ર વર્ણની કલ્પના કરે છે. ધારણા. સજેસન. એકાગ્રતા માટે અહીં બે વિધિઓ છે. પહેલી વિધિ : બંધ આંખોએ સાધક પ્રભુનું ધ્યાન કરે છે. શ્વેતવર્ણનું બિંદુ, ટપકું બંધ આંખો સામે દેખાય તો ચિત્તને એમાં એકાગ્ર કરવાનું. બીજી વિધિ : શ્વેત વર્ણનું ટપકું ન દેખાય તો ચિત્તને પૂરેપૂરું ‘ચંદેસુ નિમ્મલયરા...' એ સાત અક્ષરો પર સ્થાપવું. ચં...દે...એમ એક એક અક્ષર નો માનસ જાપ થાય ત્યારે ઉપયોગ એમાં જ રહે. સફેદ રંગ- વર્ણનું ધ્યાન હોવાથી આ ધ્યાનને વર્ણધ્યાન કહ્યું. ‘આઈએસુ અહિયં પયાસયરા’ પદનું ધ્યાન લાલ રંગની પટ્ટી-સિદ્ધ ભગવંતોની રેખા-ના રૂપે કરવાનું છે. અહીં પણ ઉપર પ્રમાણે બેઉં વિધિઓ અથવા એકાદ વિધિ દ્વારા એ પદના ધ્યાનમાં - વર્ણ ધ્યાનમાં જવાનું છે. હવે આવે છે અનાલંબન ધ્યાન. અથવા તો કહો રૂપાતીત ધ્યાન. ‘સાગરવરગંભીરા...' અહીં વિભાવના એવી છે કે ધ્યાતાએ ધ્યેયમાં ધીરે ધીરે ઓગળવું છે. ધ્યેય રૂપી સિદ્ધ પરમાત્મા. એ પરમચેતનાનો સમદંર. અને એમાં ધ્યાતાએ લીન બનવું છે, ઓગળવું છે. એટલે અહીં પદનો જાપ ત્રણેકવા૨ કરીને સાધકે અંદર ચાલ્યા જવું છે. ૧૯૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy