________________
ધ્યાન અને કાયોત્સર્ગ ૯ કાયોત્સર્ગ-વિધિ : શુભથી શુદ્ધ સુધીની યાત્રા
તસ્સ ઉત્તરી0' સૂત્ર પછી “અન્નત્થ0' સૂત્ર. જેમાં કાયોત્સર્ગના આગારો (અપવાદો) ની વાત છે. અને એમાં છેલ્લે “ઠાણેણં મોણેણે ઝાણેણં અપ્પાણે વોસિરામિ. એ રીતે પ્રતિજ્ઞા કરાય છે.
ઈરિયાવહી' ની વિધિમાં અન્નત્થ૦ સૂત્ર પછી ૨૫ શ્વાસોચ્છવાસનો કાયોત્સર્ગ. અને ઉપર પ્રગટ લોગસ્સ લોગસ્સ સૂત્રમાં છેલ્લે અનાલંબન યોગ આવે છે; એ રીતે શુભથી શુદ્ધ સુધીની આ યાત્રા થઈ.
ઈરિયાવહી પછી ખમાતુ દઈ જે પદનું (જ્ઞાનપદ આદિનું) આરાધન કરવું હોય તે પદનું નામ લઈ વંદણવત્તિયાએ સૂત્ર અને અન્નત્થ૦ સૂત્ર બોલી કાયોત્સર્ગ કરવાનો. '
વિચાર તો કરો કે દેવવંદનમાં એક નવકારના કાયોત્સર્ગ પહેલાં જ્યારે “સવલોએ અરિહંત ચેઈઆણં૦” બોલીએ અને પછી કાયોત્સર્ગ કરીએ ત્યારે એક નવકારનો કાયોત્સર્ગ કેટલું બધું ફળ આપે !
સર્વ લોકમાં રહેલ અરિહંત ચૈત્યોના (બિમ્બોના) વંદન, પૂજન, સત્કાર, સન્માન; (સાધકના) બોધિલાભ અને નિરુપસર્ગતા (પીડા વિના થતી સાધના) માટે કાયોત્સર્ગ કરવાનો છે.
આટલું બધું ફળ એક નવકાર મંત્રના કાયોત્સર્ગ (આઠ શ્વાસોચ્છવાસના કાયોત્સર્ગ) દ્વારા !
રહસ્ય ખૂલે છે “સદ્ધા. મેદાણ...' આદિ પદો વડે. વધતી જતી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વડે કાયોત્સર્ગ કરું છું એવી પ્રતિજ્ઞા છે.
૧૮૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org