SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • સ્થાન, મૌન, ધ્યાન ઢિાનંવત , વિત્ત વૃત્ત નિયાં લા. આ પદ વડે ધ્યાનશતક ધ્યાનની વ્યાખ્યા આપે છે : કોઈપણ શુભ આલમ્બનમાં ગાઢ રીતે મન લાગેલું હોય અને તે નિરંજન-નિષ્પકમ્પ બનેલું હોય. આલમ્બનમાં લાગેલું મન એટલે એકાગ્રતા. મનની નિષ્પકમ્પતા એટલે સ્વરૂપસ્થિતિ. મન જ્યાં સ્થિર બન્યું, તળાવની સ્થિર સપાટી પર પ્રતિબિમ્બ પડે એ રીતે, પ્રભુગુણોનું પ્રતિબિમ્બન તેમાં પડશે. અને એ રીતે સ્વગુણોની ધારામાં રહેવાનું થશે. મનની નિષ્પકમ્પતાને યોગસાર” ઉન્મનસ્કતા કહે છે. પ્યારું સૂત્ર ત્યાં આવ્યું છે : ૩ન્મની તત્ ચ મુને શરણે તય: I મનને પેલે પાર જવું-ઉન્મનીકરણ તે જ છે સમરસમાં પ્રવેશ. પ્રકરણના પ્રારંભમાં મૂકેલ કાયોત્સર્ગ નિર્યુક્તિના ઉદ્ધરણને ફરી સ્મૃતિપથ પર લાવીએઃ ચંદનની પેઠે સુગંધ આપનાર (વસવા છોલવા છતાંય), જીવન અને મરણમાં સમદષ્ટિ, દેહમાં અનાસક્ત સાધક કાયોત્સર્ગ સાધનાથી યુક્ત છે. કેવી આનંદની-સમરસની એ ભૂમિકા હશે, જ્યાં જીવન અને મૃત્યુ પણ પરપોટાથી વધુ ન હોય. અને ઘટનાઓ તો પરપોટાના ય પરપોટા. બુબ્રુદોને પેલે પાર અમૃતત્વની યાત્રા કાયોત્સર્ગ. ૧૬૫ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy