________________
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
પ્રશ્ન ઃ અહંવિસર્જનનો કોઈ રાજમાર્ગ છે ?
ઉત્તર : મનને અહમને મારવાનું કહેવું એટલે ચોરને સિપાઈ બનાવવો? તે ચોરને પકડવાનો ડોળ કરશે પણ કંઈ કરશે નહિ. એને બદલે તમારે અન્તર્મુખ બનીને જોવું કે મન ક્યાંથી ઉદ્ભવે છે. એ જોશો તો એના અસ્તિત્વનો વિલય થયેલો જણાશે.
શરણાગતિ અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં રમણ મહર્ષિ કહે છે :
શરણાગતિ સહેલી નથી. અહમૂવિસર્જન સરળ નથી. જ્યારે ઈશ્વર સ્વયં કૃપા કરી મનને અન્તર્મુખ બનાવે ત્યારે સંપૂર્ણ શરણાગતિ સિદ્ધ થાય. પણ આવી કૃપાના અધિકા૨ી તેઓ જ બને છે, જેમના આ અને આગળના જન્મ અહમ્-વિસર્જન કે મન મારવાની તૈયારી રૂપ સાધનામાંથી પસાર થયા હોય.
પ્રશ્ન : જ્ઞાની આત્મસાક્ષાત્કાર કરે અને વિશ્વને પણ જુએ એમ કેમ બને ? એકી સાથે બે ઘોડા પર સવાર થઈ શકાય ?
ઉત્તર : ‘જ્ઞાની રસ્તો જુએ છે, એના પર ચાલે છે, એનાં વિઘ્નો વટાવે છે’ આ તમે કહો છો. આ બધું તમારી દૃષ્ટિમાં છે કે એની દૃષ્ટિમાં ?
જ્ઞાની તો કેવળ આત્મા જુએ છે. અને આત્મામાં જ સર્વસ્વ જુએ છે.
આત્મરમણતા તે જ ધ્યાન એમ કલિકાલસર્વજ્ઞશ્રી કહે છે. (આત્મારામં मनस्तज्ज्ञैर्मनोगुप्तिरुदाहृता.. )
એકાગ્રચિત્તતા એ ધ્યાન; આ કક્ષાએ સ્વરૂપોન્મુખતા આવશે. સ્વરૂપ સ્થિતિ તે ધ્યાન; આ કક્ષાએ સ્વરૂપરમણતા આવશે.
Jain Education International
૧૪૯
For Personal & Private Use Only
www.jainelibrary.org