SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ ધ્યાન એટલે હોવું, બીઇંગ. સંસાર એટલે કૃતિત્વ, ડુઈગ. રમણ મહર્ષિએ એક પ્રશ્નના ઉત્તરમાં કહેલું: હું આંખો બંધ કરીને બેઠો અને લોકોએ કહ્યું, “હું સમાધિમાં હતો !” હું બોલતો ન હતો અને લોકોએ કહ્યું, “હું મૌનમાં હતો....” હકીક્ત એ છે કે હું કંઈ કરતો ન હતો. કોઈ ઉદાત્ત પ્રબળ શક્તિએ મને એના વશમાં લીધો હતો અને સંપૂર્ણપણે એને આધીન હતો. દેવરાજ મુદલ્યાર તેમના પુસ્તક 'Day by day with Bhagawan' (તરલા દેસાઈએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ : શ્રી રમણ મહર્ષિના સાન્નિધ્યમાં) માં આ પ્રશ્નોત્તરી છે , પ્રશ્ન : આપના શરીર પર વીંછી ચડ્યો હતો તોય આપને ડર નહોતો લાગ્યો? ઉત્તર : વીંછી તો જેમ દિવાલ કે ફર્શ પર ચઢે તેમ આપણા શરીર પર ચઢે. તમે એનાથી ડરી કંઈક કરો તો એને તમારી બીક લાગે અને એના પ્રત્યાઘાત રૂપે એ કંઈક કરે ! પ્રશ્ન : સ્કન્ધાશ્રમમાં એક સાપ આપના શરીર પર ફરી વળ્યો હતો એ વાત સાચી છે ? ઉત્તર : સર્પો તેમની ફણા ઊંચી કરી આપણી આંખોમાં જુએ છે અને તેમને ભય જેવું ન જણાય ત્યારે આપણા પરથી પસાર થઈ જાય છે. મને એ બાબતમાં કંઈ કરવાનું સૂઝયું સુદ્ધાં ન હતું. પ્રશ્ન : આપને ખરજવાની પીડા નથી થતી ? ઉત્તર : કોઈ સ્વપ્નમાં પસાર થતા આછેરાં દર્દ જેવી એ પીડા છે. ૧૪૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy