________________
ધ્યાન અને કાયોત્સર્ગ ધ્યાન : આનન્દલોકની યાત્રા
અહીં માત્રા એટલે મર્યાદા. એક ભાવાત્મક મર્યાદા નિશ્ચિત થઈ ગઈ કે પોતાની જાતને આવી અવસ્થામાં અનુભવવાથી દુર્ગતિ હવે નથી જ.
ધ્યાનની આ ભૂમિકા રૂપસ્થ ધ્યાનના સતત અભ્યાસથી મળે છે. (૨૦) પરમ માત્રા ધ્યાન.
ચોવીસ વલયો વડે પોતાની જાતને વીંટળાયેલી પોતાને જોવી તે પરમ માત્રા ધ્યાન.
શુભ અક્ષરો આદિના ૨૪ વલયો છે અને એ વલયોથી વીંટળાયેલી પોતાની જાતને જોવાની પાછળનો ઉદેશ્ય એ છે કે ચેતનાને વિશાળ ફલક પર લઈ જઈને પછી સ્વત્વમાં કેન્દ્રિત કરવી.
(૨૧) પદ ધ્યાન. પંચ પરમેષ્ઠીઓનું ધ્યાન તે પદ ધ્યાન. (૨૨) પરમ પદ ધ્યાન.
પંચ પરમેષ્ઠી પદોનો આત્મામાં અધ્યારોપ કરીને આત્માને પરમેષ્ઠી રૂપે ચિત્તવવો એ પરમ પદ ધ્યાન છે.
(૨૩) સિદ્ધિ ધ્યાન.
સિદ્ધ ભગવંતોના ગુણનું ધ્યાન તે સિદ્ધિ ધ્યાન. આને આપણે રૂપાતીત ધ્યાન કહી શકીએ.
(૨૪) પરમ સિદ્ધિ ધ્યાન. સિદ્ધ પરમાત્માના ગુણોનો પોતાના આત્મામાં અધ્યારોપ કરવો તે પરમ સિદ્ધિ ધ્યાન.
- ૧૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org