________________
©©©© જ્ઞાનધાર 0િ00 બૌદ્ધધર્મી સાધુઓ વહાણો દ્વારા સાઉથ-ઈસ્ટ એશિયામાં પહોંચી ગયા. ભાષાની તકલીફ હતી, મુસાફરીમાં તક્લીફ હતી, છતાં બૌદ્ધધર્મી સાધુઓની નિષ્ઠાને કારણે લગભગ આખું સાઉથ-ઈસ્ટ એશિયા બૌદ્ધધર્મી બની ગયું. ચીન, જાપાન, શ્રીલંકા, થાઇલેન્ડ, વિયેતનામ, ફિલિપાઈન્સ આદિ દેશો બૌદ્ધધર્મી બની ગયા. - શ્રી ક્ષિતિમોહન સેને એમના પુસ્તક “સાધનાયત્રયી”માં ઉલ્લેખ કર્યો છે કે જેમ બૌદ્ધ સાધુઓએ સાઉથ-ઇસ્ટ એશિયામાં જઈ બૌદ્ધ ધર્મનો ફેલાવો કર્યો એમ જો જૈન સાધુઓએ નોર્થ-વેસ્ટ એટલે કે હાલના પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આરબ દેશો આદિ દેશોમાં જઈ ભગવાન મહાવીરનો અહિંસાનો ઉપદેશ ફેલાવ્યો હોત તો કદાચ ભારત પર જે આક્રમણો થયાં એ ન પણ થયાં હોત. ભારત પર બધાં જ આક્રમણો નોર્થ-વેસ્ટ દિશમાંથી જ થયાં છે. '
ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવો નથી ઇલેક્ટ્રિસિટીના વપરાશ વગર આપણે શહેરમાં જીવી શકીએ ખરા ? જો ઇલેક્ટ્રિસિટી ન હોય તો મ્યુનિસિપાલિટીના પાણીનાં પમ્પિંગ સ્ટેશન કેમ ચાલશે ? બહુમાળી મકાનમાં ઓવરહેડ ટેન્કમાં પંપ વગર પાણી કેમ પહોંચશે ? ઈલેક્ટ્રિસિટીના વગર કારખાનાં નહીં ચાલે, પરિણામે પેટ્રોલ નહીં બને, પરિણામે વાહનો ચાલી નહીં શકે. વાહન વગર શહેરમાં દૂધ, અનાજ, શાકભાજી આદિ કેવી રીતે પહોંચશે ? વાહનો બંધ હશે, પરિણામે ચાલીને જ બધે જવું પડશે. વિમાનો ઊડતાં બંધ થઈ જશે. ટેલિફોન, કોમ્યુટર, સેલફોન બધું બંધ થઈ જશે. ઘરમાં રસોઈ કરવા માટે વપરાતો ગેસ કેવી રીતે મળશે ? પુસ્તકો કેવી રીતે છપાશે ? કપડાંની મિલો બંધ થઈ જશે. ડોક્ટરો ઓપરેશન કેવી રીતે કરી શકશે ? સાધુઓ ગોચરી વહોરે છે, પડાં પહેરે છે, પુસ્તકો છપાવે છે, એમાં ઈલેક્ટ્રિસિટીનું પ્રદાન કેટલું છે ? કોઈ સાધુ કહી શકે કે ઇલેક્ટ્રિસિટીની જેમાં વપરાશ હશે એવી કોઈ પણ વસ્તુ મને નહીં ખપે? ધર્મને નામે ઇલેક્ટ્રિસિટીનો વિરોધ કરવો એ સમજદારીની વાત નથી. આવા ઇલેક્ટ્રિસિટીના વિરોધને કારણે પણ જૈન ધર્મની જીવનવિરોધીની છાપ ઊભી થઈ છે.
અમારાં એક પરિચિત સાધ્વીજી સવારે અમારા ઘરે વહોરવા પધાયાં હતાં. અમે છઠે માળે રહીએ છીએ. આખો માળ વાપરીએ છીએ. એમણે સવારના ૭
- પપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org