________________
©©©© જ્ઞાનધારા 0:00 કેવી પરિસ્થિતિ છે.
(૧) રસ્તા પર ગંદકી (૨) રસ્તા પર પ્રદૂષણ (૩) અકસ્માતનો ભય (૪) સમયનો નિરર્થક વ્યય
આજના સમયમાં ભારતના દરેક મહાનગરોમાં આવી જ પરિસ્થિતિ છે. આવા સમયમાં શું વાહનનો ઉપયોગ ન કરવો એ યોગ્ય છે? સૌરાષ્ટ્રનાં અંતરિયાળ ગામોમાં ઘણાં સ્થાનકવાસી જૈન કુટુંબોએ જૈન સાધુનો સંપર્ક નહીં હોવાને કારણે સ્વામીનારાયણ ધર્મ અપનાવી લીધો છે. માડાગાસ્કરની રાજધાની એન્તાનાનારાવોમાં ઘણાં જૈન કુટુંબોએ વૈષ્ણવ ધર્મ અપનાવી લીધો છે. એ શહેરમાં જૈન મંદિર નથી. જૈન સાધુઓના વાહન ન વાપરવાના નિયમને કારણે જૈન સાધુઓ વિદેશમાં જઈ શકતા નથી. પરિણામે જૈન સાધુઓ સાથે સંપર્ક રહ્યો નથી. અમેરિકા, આફ્રિકા અને બ્રિટનમાં લાખો જૈનો વસે છે. એમનાં બાળકોમાં જૈન ધર્મના સંસ્કાર ટકી રહે એ માટે પણ જૈન સાધુઓએ વાહન વાપરવા અંગે વિચારણા કરવી જોઈએ જેથી જૈન સાધુઓ વાહનનો ઉપયોગ કરી વિદેશમાં જૈન ધર્મને ટકાવી રાખવામાં ફાળો આપી શકે.
મલયેશિયામાં લગભગ ચારસો સ્થાનકવાસી જૈન કુટુંબો વસે છે. મલયેશિયાના ઈપો શહેરમાં બંધુત્રિપુટી મહારાજસાહેબની પ્રેરણાથી એમના હસ્તે જૈન દેરાસરની પ્રતિષ્ઠા ઈ.સ. ૨૦૦૧માં થઈ હતી. મલયેશિયાના જૈનો માટે એક શ્રદ્ધાના, આસ્થાના સ્થાનનું નિર્માણ થયું. મલયેશિયાસ્થિત જૈન કુટુંબોમાં જૈન ધર્મ ટકી ગયો છે. બંધુત્રિપુટી મહારાજ સાહેબે વાહનનો ઉપયોગ કર્યો પરિણામે સાઉથઈસ્ટ એશિયામાં પહેલવહેલા શિખરબદ્ધ જૈન મંદિરનું નિર્માણ થઈ શક્યું.
જે સાધુઓ માત્ર ગ્રામ્ય વિસ્તારમાં જ વિચરણ કરે છે, અમુક ક્ષેત્રથી બહાર જતા પણ નથી અને થોડાક કિલોમીટરથી વધુ વિહાર કરવો પડતો પણ નથી અને જેઓ નગરોમાં આવવા માગતા જ નથી એવા સાધુઓ કદાચ વાહનનો ઉપયોગ ન કરે તો એ સમજી શકાય એવી વાત છે. અપવાદરૂપ વાત છે. ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સમકાલીન હતા. એ જમાનામાં
- ૫૪ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org