SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ S OCC જ્ઞાનધારા 0200 (૧) જાજરૂનો ઉપયોગ કરવો નહીં. (૨) સ્નાન કરવું નહીં અને બ્રશ કરવું નહીં. (૩) વાહનનો ઉપયોગ કરવો નહીં. (૪) ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરવો નહીં. (૫) એકાશન વખતે પાટલા પર બેસી બ્રશ કરવું અને પછી ભોજન કરવું. જાજરૂનો ઉપયોગ કરવો નહીં * * આજથી લગભગ ૬૦ કે ૬૫ વર્ષ પહેલાં ભારતની જનસંખ્યા ૩૫થી ૪૦ કરોડની હતી. આજે ૧૦૦ કરોડ ઉપર છે. લોકો ગામડામાં રહેતા હતા. એ જમાનામાં ગામડામાં ખુલ્લામાં હાજતે જવું એ સામાન્ય બાબત હતી. આ લેખના વાચકોમાંની મોટી ઉંમરની ઘણી વ્યક્તિઓ નાનપણમાં ગામડામાં ખુલ્લામાં હાજતે ગઈ જ હશે. એ જમાનામાં ગામડામાં ભેંયખાળની (સેપ્ટિક ટેન્ક) સગવડ પણ નહોતી. અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમની તો કલ્પના પણ ન હતી. આજે મુંબઈ શહેરની વસ્તી બે કરોડની છે. મુંબઈ શહેરમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ છે ત્યાં જાજરૂનો ઉપયોગ ન કરવાની વાત કેવી રીતે શક્ય બને ? તમે કલ્પના કરી જુઓ કે મુંબઈના બે કરોડ લોકો જ જાજરૂ ન વાપરે અને રોજ ખુલ્લામાં હાજતે જાય તો શું થાય ? ચોમાસામાં શું સ્થિતિ થાય? ગંભીર રોગચાળો ફાટી નીકળે અને મુંબઈ શહેર છોડવું પડે એવી સ્થિતિ સર્જાઈ જાય. - મને એક પરિચિત વ્યક્તિએ વાત કરી કે મુંબઈના સારા પરામાં રહેતા એમના પાડોશી ધર્મને નામે જાજરૂ વાપરતા નથી. સવારના મળ વિસર્જનની ક્રિયા કોરા કાગળ ઉપર કરી એ કાગળને કાગળની થેલીમાં રાખી, લિફ્ટમાં નીચે ઊતરી એ કાગળની થેલીને રસ્તામાં ક્યાંક ફેંકી દે છે. મને મારી પરિચિત વ્યક્તિએ કહ્યું કે, ઘણી વાર અમે લિસ્ટમાં સાથે થઈ જઈએ છીએ. એમની પાસે થેલી જોઈને અમને સૂગ ચડે છે. ધર્મને નામે આવું વર્તન મુંબઈ જેવા શહેરમાં માણસ કેવી રીતે કરી શકે? ધર્મને નામે આવી રીતે કેમ ગંદકી કરી શકે? તમે ધર્મ જૈન છો, શું તમે સહન કરી શકશો તમારા જવાના રસ્તા પર મળ પડ્યા હોય કે રસ્તા પર પેશાબ પડ્યો હોય ? શ્રાવકોના અને શ્રમણોના આવા વર્તનને પરિણામે જૈન ધર્મ જીવનવિરોધી છે એવી છાપ અન્ય ધર્મીઓમાં ઊભી થઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy