________________
© C જ્ઞાનધારા થO SO કાંતિ કરી છે.” સચ્ચિદાનંદજી લખે છે “ક્રાંતિ એ બહુ મોટી વાત છે. જાજરૂમાં જાજરૂ કરવું એ ક્રાંતિ નથી. બંધુત્રિપુટી મહારાજસાહેબે અસહજ જીવન છોડી સહજ જીવન અપનાવ્યું છે. એમાં ક્રાંતિ નથી, પણ સહજ જીવનનો સ્વીકાર છે.”
એકવીસમી કે બાવીસમી જૂને આ નક્ષત્ર બેસે એટલે કેરી ખવાય નહીં એવી જૈનોમાં પરંપરા છે, માન્યતા છે. શું આ નિયમ પાળવાથી દેથી પર એવા ચૈતન્યતત્ત્વની, આત્મતત્વની ઝાંખી થશે? સદ્ગુણોનો વિકાસ થશે? આરોગ્યની દષ્ટિએ આ નિયમ સારો છે. ૨૧મી જૂનથી ભારતમાં શરીર માટે વાયુપ્રકોપનો કાળ શરૂ થાય છે. પાચનશક્તિ મંદ પડી જાય છે. આયુર્વેદની દષ્ટિએ કેરી વાયુ કરે એટલે આદ્ર નક્ષત્ર બેસે એટલે કેરી ખાવી નહીં એવો નિયમ શરૂ થયો. આ નિયમના મૂળમાં આયુર્વેદ છે, ધર્મ નહીં. એ જમાનામાં વાહનવ્યવહારની એવી સગવડ ન હતી કે એક પ્રદેશની કેરી બીજા પ્રદેશમાં પહોંચી શકે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિનો કે ગુજરાતમાં વલસાડની કેરીનો પાક જૂનની ૧૫ તારીખ સુધી પૂરો થઈ જાય છે. એ જમાનામાં કેસર કેરીની ખેતી પણ થતી ન હતી. એટલે આર્કા નક્ષત્ર બેસે ત્યારે કેરી મળે જ નહીં. ઉત્તર ભારતમાં લખનઊ તરફ એવી કેરી થાય છે જેની ઉપર પાણી પડે તો જ એ કેરી પાકે જેવી કે દશહરી, લંગડા આદિ. દિલ્હી અને લખનઉમાં આ નિયમ કેવી રીતે લાગુ પડે ? અમેરિકા અને યુરોપમાં ૨૨મી જૂને ઉનાળો બેસે અને ત્યારે જ અમેરિકામાં મેક્સિકોથી કેરી આવે છે. ત્યાં આ નિયમ કેવી રીતે લાગુ પડી શકે ? આનો અર્થ એ થયો કે સ્થળ બદલાય, કાળ બદલાય એમ નિયમોમાં, તંત્રમાં પરિવર્તન આવવું જોઈએ. આપણને એ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે આદ્ર નક્ષત્ર બેસે ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં કેરી ન ખાવી એ આરોગ્યની દષ્ટિએ સારી વાત છે, પણ એને ધર્મ સાથે કંઈ પણ લાગતુંવળગતું નથી.
આદ્રામાં કેરી તજે, દહીં ગરમ કરી ખાય અનેકાંતવાદી ઘરમ રસોડામાં સમાય ખાવા, ના ખાવા તણાં થાય વિવિધ અનુષ્ઠાન
કષાયમુક્તિ વિસરાણી આડંબરનાં ગાન અત્યારના જૈન ધર્મમાં સાધુઓ માટે નિયમો એવા છે જેને બદલવા જરૂરી છે. આ નિયમોને પરિણામે જૈન ધર્મને જીવનવિરોધીની છાપ લાગી ગઈ છે. દા.ત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org